ખાલીસ્તાની આતંકી સુખ બિકરીવાલને દુબઈથી ડિપોર્ટ કરવામાં આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 11:38:02
  • Views : 242
  • Modified Date : 2020-12-31 11:38:02

    ખાલિસ્તાની આતંકીઓને ઘેરવામાં લાગેલી સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલીસ્તાની આતંકી સુખ બિકરીવાલને ભારત લાવવામાં આવ્યો છે. ગુરુવારે જ તેને દુબઈથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે.સુખ બિકરીવાલ પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIના ઈશારે પંજાબમાં ટાર્ગેટ કિલિંગ કરવાતો હતો. પંજાબના શોર્ય ચક્ર વિજેતા બલવિંદર સંધુની હત્યા કરાવવામાં પણ સુખ બિકરીવાલનો હાથ હતો. આ સિવાય પંજાબના નાભામાં જે જેલ તોડવાની ઘટના બની હતી, સુખ તેમાં પણ સામેલ હતો.

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ પંજાબમાં થનારા ટાર્ગેટ કિલિંગને લઈને જાસૂસી એજન્સીઓની તપાસ પૂર્ણ થઈ હતી. જેમાં ISI અને ખાલીસ્તાની આતંકીઓના ગઠબંધનની વાત પ્રકાશમાં આવી હતી.ISIના ઈશારા પર જ સુખ બિકરીવાલે પંજાબમાં શિવસેના નેતા હની મહાજન પર પોતાના શૂટરોની મદદથી ગોળીઓ ચલાવી હતી. જેમાં હની મહાજનને 4 ગોળીઓ વાગી હતી. જ્યારે પડોશીનું મોત થયું હતું. આ સિવાય બલવિંદર સંધૂની હત્યા પણ સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. દુબઈમાં બેઠેલા બિકરીવાલ ISI અને ખાલિસ્તાની આતંકિયોની વચ્ચે એક બ્રીજની જેમ કામ કરે છે.

Download Our B K News Today App



Related News