ચૈત્રી નવરાત્રી આઠમે ભક્તો વિના યજ્ઞ, જવેરા વિધિ યોજાઈ,મંદિર ખાલી જાેવા મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 11:48:33
  • Views : 268
  • Modified Date : 2021-04-21 11:48:33

નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો પર્વ, માતાજીની આરાધનાનું પર્વ ગણાય છે.
પરંતુ કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસોમાં ભારે વધારો થતા રાજ્યના તમામ મંદિરો ૩૦ એપ્રિલ સુધી બંધ છે. ત્યારે ચૈત્રી નવરાત્રીનો પર્વ ભક્તો વિના સાદગીથી મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતના જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ૧૩ એપ્રિલના રોજ માતાજીનું ઘટ સ્થાપન શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવ્યું હતું. અને ૨૦ એપ્રિલના રોજ જવેરા વિધિ યોજાઈ હતી. અને હવન શાળામાં આઠમનો હવન પણ ભક્તો વિના કરવામાં આવ્યો હતો.
  જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ૧૩ એપ્રિલથી ભક્તો માટે બંદ કરવામાં આવ્યું હતું. અને ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે તેવી માહિતી મંદિર તરફથી આપવામાં આવી હતી. નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની મંગળા આરતી પણ ભક્તો વિના ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. અને આઠમના દિવસે હવનશાળામાં અષ્ઠમીનો યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે શરૂ કરાયો હતો. જેમાં કોઈપણ ભક્ત મંદિર ખાતે જાેવા મળેલ નહી, કોરોના કહેરને લઈને અંબાજી ખાતે કોઈપણ ભક્ત માતાજીના દર્શન કરવા પણ આવતા નથી. અને આ કારણે અંબાજીના
વેપાર ઉદ્યોગ પણ ભાંગી પડયા  છે.
યાત્રીકો પર નભતા
ખાણીપીણી, રેસ્ટોરેન્ટ અને હોટલવાળા ભારે મુશ્કેલીમાં જાેવા મળી રહ્યા છે. અને આજ કારણે અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી પર્વ સાવ ફિક્કો લાગી રહ્યો છે.

Download Our B K News Today App



Related News