પાંથાવાડા પાસે ગમખ્વાર અકસ્માત ઃ ડ્રાઇવર-ખલાસીના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 11:21:51
  • Views : 461
  • Modified Date : 2020-12-24 11:21:51

પાંથાવાડા હાઈ-વે પર બુધવારે બે ટ્રકો સામ-સામે આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રકમાં બેઠેેલ બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠાના પાંથાવાડા
પાસે  રાજસ્થાન તરફથી આવતી ટ્રક નં. જીજે ૧૨ બીટી ૨૮૯૩ ગ્રેનાઈટના પથ્થર ભરેલી ટ્રક કે જે પાલીથી મુદ્રા તરફ જતી હતી.  આ ટ્રકની ટક્કર સામેથી મોરબીથી  ટાઈલ્સ ભરીને આવતી ટ્રક નં. આરજે ૨૨ જીબી ૨૧૯૫ સામસામે ટક્કર થતાં ગમખ્વાર  અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા રાજસ્થાન તરફથી આવતી ટ્રક સામેની ટ્રક સાથે ટકરાતા ટ્રકનુ કેબીન ટ્રકથી અલગ થઇ રસ્તાની જમણી બાજુ આવી ગયું હતું. જેમાં ટ્રકની ટ્રોલી  પલટી મારી ગઈ હતી. તેમજ રસ્તા પર ગ્રેનાઈટન ટુકડા વિખેરાયા હતા. અકસ્માતમાં રાજસ્થાન તરફથી આવતી ટ્રકના ડ્રાઈવર અને  ખલાસીના કરૂણ મોત થયા હતા. તેમજ ૨ લોકો ઘાયલ થયા હતા.
રાજસ્થાન તરફથી આવતા ટ્રકના ખલાસી જેઠારામ કરણારામ (રહે.લુખુ રાજસ્થાન)નું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. ત્યારે ટ્રક ડ્રાઈવર માજીરાણા  દેરોજ ગણેશારામ (રહે.લુખુ) ગંભીર રીતે  ઈજાગ્રસ્ત થતાં પાલનપુર સિવિલમાં સારવાર અર્થે  લઈ ગયા હતા ત્યાં મોત થયું હતું. મોરબી તરફથી આવતા  ટ્રકના ડ્રાઈવર સંપતકુમાર સુમેરનાથ નાથ અને ખલાસી રાકેશ
ગોપાલનાથ ધાયલ થયા હતા. અકસ્માતનો અવાજ સાભળતા હાઈવે પર આવેલ ખેતરના લોકો ઘટના સ્થળે આવી
પહોંચ્યા હતા અને તેમણે ગાડીમાંથી ધૂમાડો નિકળતા
પાણી લાવી આગ બુઝાવતા મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાની જાણ પોલીસન થતા ધાયલોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે   હોસ્પિટલ ખસેડાયા હતા.

Download Our B K News Today App



Related News