સૂર્યને ફરતે બ્રહ્મધનુષ ઃ એક અદ્‌ભૂત ખગોળીય ઘટના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-28 11:56:51
  • Views : 507
  • Modified Date : 2020-06-28 11:56:51

શનિવારે બપોરે સુર્યની ફરતે મેઘધનુષ જેવી અદભુત રીંગ રચાયેલી જોવા મળી હતી. આ અદ્ભૂત દ્રશ્ય નિહાળી લોકો અભિભુત થયા હતા. સામાન્ય રીતે સુર્યની આસપાસ આવો નજારો ભાગ્યે જ જોવા મળતો હોય છે. વૈજ્ઞાનિક ભાષામાં આને ‘સન હાલો’ કહેવાય છે. ચોમાસાના વાતાવરણમાં
ઉપરના લેવલે ભેજ વધે ત્યારે એ ભેજ બિંદુઓ ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે તેના રિફ્‌લેકશનથી સૂર્યને ફરતા ‘સન હાલો’ સર્જાય (રીંગ) રચાય છે. જેને  આપણી દેશી ભાષામાં ખગોળશાસ્ત્રમાં બ્રહ્મધનુષ પણ કહે છે. એવી માન્યતા છે કે ‘સન હાલો’ રીંગ એટલે કે બ્રહ્મધનુષ દેખાય ત્યારે આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને તેના સંકેતો છે. આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
જોકે જાણકારો ના જણાવ્યા મુજબ ચોમાસામાં જ્યારે
ઉપરના લેવલે હાઈ કલાઉડ થી સંપૂર્ણ આકાશ ભરેલું હોય ત્યારે આવી એક રિંગ સૂર્ય અને ચંદ્ર ની આસપાસ દેખાય છે. મેઘ ધનુષ્ય જેવી આ એક ખગોળીય ઘટના છે. આ ફીનોમીના સાથે વરસાદ ના વધારે ઓછા સાથે કોઈ સંબંધ નથી. પણ જોગાનુજોગ ક્યારે આવું બનતું હોય છે. વાસ્તવમાં જ્યારે કોઈ લો પ્રેસર બનતું હોય ત્યારે સૌ પહેલા વેધર વિભાગને હાઈ કલાઉડનો રિપોર્ટ થતો હોય છે.

Download Our B K News Today App



Related News