ગાંધીનગરમાં કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન સેકટર-૬ માં રોડ ઉપર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 11:14:26
  • Views : 320
  • Modified Date : 2020-09-03 11:39:06

છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર શહેરના રોડ રસ્તાની ખરાબ હાલત છે, ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા આ રોડ રસ્તા ઉપર પડેલા ખાડાને પુરવા માટે એક અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ૭ માં
પડેલા ખાડામાં કોંગ્રેસ દ્વારા રોડ વચ્ચે ખાડાની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વરસાદની સીઝન ચાલતી હોવાથી સમગ્ર શહેરમાં જોર-શોરથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ રોડ વચ્ચે
પણ વૃક્ષારોપણ હવે કરવામાં આવી રહ્યુ છે. તંત્રને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા રોડ વચ્ચે વૃક્ષારોપણ કરવામાં આવી છે તેવું કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું. ગુજરાતમાં રોડ રસ્તાની સમસ્યા ઠેર ઠેર જોવા મળી રહી છે. ગાંધીનગર મહાનગર
પાલિકાના વિસ્તારમાં રોડ ઉપર
પડી ગયેલ ખાડાઓ તરફ ભ્રષ્ટાચારી તંત્રનું ધ્યાન દોરવા માટે ખાડા સપ્તાહમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વોર્ડ-૭ ના સેક્ટર-૬ માં પડેલ મોટા ખાડા તરફ તંત્રનું ધ્યાન દોરવા માટે રોડ ઉપરના ખાડામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. કૌશિક શાહ, મહાનગર
પાલિકાના વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, વોર્ડ-૭ ના કોર્પોરેટર રાકેશભાઇ પટેલ, હિરલબહેન જોષી, ઊર્મિલાબહેન વર્મા, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ વર્મા,
ઉર્પલભાઇ જોષી, મહામંત્રી વિજયભાઈ સોલંકી, વોર્ડ પ્રમુખ અરુણભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News