બોરીસણાના કોરોના પોઝિટીવ દર્દીના ડીડીઓએ ખબરઅંતર પુછ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-14 11:35:35
  • Views : 531
  • Modified Date : 2020-05-14 11:35:35

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલે આજરોજ કલોલ તાલુકાના બોરીસણા, રકનપુર, નાસ્મેદ, સાંતેજ અને રાંચરડા ગામની મુલાકાત લીધી હતી. બોરીસણા ગામમાં કોરોના પોઝિટીવ આવેલા દર્દી અને તેમના
પરિવાર સાથે ટેલિફોનિક વાત કરીને તેમના ખબર અંતર
પુછ્યા હતા.
ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે બોરીસણા ગામમાં કોરોના
પોઝિટીવ આવેલા દર્દીના નિવાસસ્થાન વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ સરપંચશ્રી, આરોગ્ય કર્મીઓની ટીમ, તલાટી કમ મંત્રી તથા સ્થાનિક પોલીસને સાથે રાખી સમગ્ર વિસ્તારને સીલ કરી દેવા અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટેની સૂચના આપી હતી. તેમજ ઓરાગ્યકર્મીઓને હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની સૂચના આપી હતી.
આ તમામ ગામોની મુલાકાત દરમ્યાન લોકડાઉનની પરિસ્થિતિ, માસ્કની અમલવારી થાય છે કે નહિ, હોમકોરોન્ટાઇન અને ફેસીલીટી કોરોન ટાઇન લોકોના ધરોની મુલાકાત લઇ સર્વે થાય છે કેમ, ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ થાય છે કે કેમ, બહારથી અવરજવર કરતા ઇસમોનું મુમેન્ટ રજિસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ, સોશ્યિલ ડિસ્ટન્સીંગનું પાલન થાય છે કેમ, તેવી તમામ બાબતોની ખાતરી કરી આ તમામ બાબતોનું સખ્ત પાલન થાય તે માટે તમામને સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ રાંચરડા ગામની પણ મુલાકાત લીધી હતી. જે ગામમાં અગાઉ એક છ વર્ષીય બાળકને કોરોનાનો પોઝિટીવ કેસ આવ્યો હતો. જે ગામ હાલ કોરોના મુક્ત થઇ ગયેલ છે તે વિસ્તારની મુલાકાત લીધી હતી. રાંચરડા મુકામે આવેલા ફેસીલીટી સેન્ટર ઇન્ડસ ટેકનોલોજી ઇન્સ્ટ્રીટયુટની મુલાકાત લઇ આ ફેસીલીટી સેન્ટરમાં સારવાર લઇ રહેલા કોરોનટાઇન વ્યકતિઓની ટેલીફોનિક ખબરઅંતર પુછ્યા હતા.

Download Our B K News Today App



Related News