દુનિયાભરમાં KGF 2નું વાવાઝોડું, બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો કર્યો પાર, બની વિશ્વની બીજી આવી ફિલ્મ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 18:31:45
  • Views : 295
  • Modified Date : 2022-04-18 18:31:45

 

બોક્સ ઓફિસ પર KGF 2એ મચાવી ધમાલ 

વર્લ્ડવાઈડ કમાણીમાં 500 કરોડનો આંકડો પર 

RRRનાં રોકોર્ડ તોડશે એવું અનુમાન 

 

સાઉથ સુપર સ્ટાર યશની ફિલ્મ KGF 2 રિલીઝ બાદથી જ ધમાલ મચાવી રહી છે. ફિલ્મની કમાણી જે ગતિએ વધી રહી છે કે એવા અનુમાનો લગાવાઈ રહ્યા છે કે KGFની આંધીમાં RRR પણ ઉડી જશે. RRRએ થોડા દિવસો પહેલા જ 1000 કરોડની કમાણી પૂરી કરી છે અને હજુ પણ ફિલ્મની કમાણી અટકવાનું નામ જ નથી લઇ રહી. પરંતુ ત્યાર બાદ રિલીઝ થયેલ ફિલ્મ KGFની કમાણી તો ચોંકાવનારી છે. આ ફિલ્મએ 4 દિવસમાં જ દુનિયાભરમાં 500 કરોડથી વધારેની કમાણી કરી છે. 

 

4 દિવસમાં અદ્ભુત કમાણી 
ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને ફિલ્મની કમાણીનાં હાલના જ આંકડા શેર કર્યા છે, જે ચોંકાવનાર છે. મનોબાલાનાં ટ્વીટ અનુસાર, KGFએ 4 દિવસમાં લગભગ 552 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મેં પહેલા જ દિવસે 165.37 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે 139.25 કરોડનું કલેક્શન કર્યું હતું, ત્રીજા દિવસે કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ફિલ્મે 115.08 કરોડની કમાણી કરી. જ્યારે દુનિયાભરમાં આ ફિલ્મએ ચોથા દિવસે એટલે કે રવિવારે 132.13 કરોડની કમાણી કરી છે. એટલે કે આ ફિલ્મનું કલેક્શન 4 દિવસમાં 551.83 કરોડ થાય છે. 

વર્લ્ડવાઈડ કમાણીમાં 500 કરોડનો આંકડો પર 

જણાવી દઈએ કે મનોબાલાએ ફિલ્મની હજુ એક સિદ્ધિ વિષે વાત કરી છે. તેમણે કહ્યું છે કે આ ફિલ્મએ ગ્લોબલ બોક્સ ઓફિસ પર હાલના સમયમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ પહેલા માત્ર એક ફિલ્મ છે જેનું નામ છે ફેન્ટાસ્ટિક બીસ્ટસ. 

એક અઠવાડિયાની અંદર જ જોરદાર કમાણી 
ભારતમાં પણ આ ફિલ્મેં ધમાલ મચાવી છે. ફિલ્મનાં હિંદી વર્ઝને 3 દિવસમાં 144 કરોડની કમાણી કરી છે. જ્યારે ફિલ્મેં રવિવારે લગભગ 52 કરોડનું કલેક્શન કર્યું છે. આમ KGF 2નાં હિંદી વર્ઝને પણ શાનદાર કમાણી કરી છે અને 4 દિવસમાં લગભગ 200 કરોડની કમાણી કરી લીધી છે. જો આ જ પ્રકારે આ ફિલ્મ કમાણી કરતી રહેશે, તો એ દિવસ દૂર નથી જ્યારે ફિલ્મ RRRની કમાણીના રેકોર્ડ તોડી દે. 

 

 

Download Our B K News Today App



Related News