ફાગણ ફોર્યો વન વગડે ને મહોરી આ વસંત હૈયે સખી..! અરવલ્લીની ગિરી કંદરાઓમાં કેસૂડો ખીલી ઉઠ્‌યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 11:12:34
  • Views : 288
  • Modified Date : 2021-02-28 11:12:34

અમીરગઢ અને માઉન્ટ આબુ વિસ્તારમાં આવેલી અરવલ્લીની ગિરી કંદરાઓમાં રંગોનો રાજા ગણાતો કેસૂડો ખીલી ઉઠ્‌યો છે. જ્યારે આ સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ વૃક્ષો ખાખરા એટલે કે કેસુડાના હતા. પરંતુ આજે જંગલ વિભાગ દ્વારા જાળવણીનો અભાવ અને દિવસે દિવસે વધી રહેલી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને લીધે તેના અસ્તિવ સામે ખતરો મંડરાઈ રહ્યો છે, ધાર્મિક રીતે આ વૃક્ષને ચંદ્રનું પવિત્ર વૃક્ષ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે સોમરસના પીધેલા ગરૂડના
પીંછામાંથી તેની ઉત્પત્તિ થઈ હોવાથી તેનામાં સોમરસનો અંશ સમાયેલો છે. તેથીજ કેટલીક ધાર્મિક ક્રિયાઓ અને અનેક રોગોમાં આયુર્વેદ તરીકે તેને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. એક સમયે હોળી જેવા તહેવારમાં કેસુડાના ફુલોમાંથી રંગ બનાવવામાં આવતો અને તેના રંગો વડે લોકો હોળી અને ધુળેટી જેવા તહેવારોની ઉજવણી કરતા હતા. જ્યારે કેટલાક કવિઓ અને લેખકોએ પણ પોતાની કલમ વડે તેના ખુબજ વખાણ કર્યા છે એવી એક રચના છે

Download Our B K News Today App



Related News