ટિકિટ કપાતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોરે કેસરિયો ધારણ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 11:44:35
  • Views : 438
  • Modified Date : 2021-02-06 11:44:35

જિલ્લા પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થાય તે પહેલા જ ભાજપે વિજયના પાયા નાખતા હોય તેમ એક પછી એક વિકેટ પાડી રહ્યા છે. થોડા દિવસ પહેલા સરઢવ બેઠકના મહિલા સદસ્યને ખેસ પહેર્યો હતો. ત્યારે ગત રોજ શુક્રવારે જિલ્લા
પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોરએ કોંગ્રેસના હાથનો સાથ છોડેતા કેસરિયો ધારણ કર્યો હતો.
કોંગ્રેસમાં ટિકિટ
વાંચ્છુઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોય છે. જ્યારે હાઈ કમાન્ડને કાર્યકરો ગાંઠતા જ હોતા નથી, તેવી સ્થિતિમાં સાતેજ બેઠકના કોંગી સદસ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોર ભાજપમાં જાેડાઈ ગયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાતેજ બેઠક
ઉપર કોંગ્રેસ રામાજી ઠાકોરની ટિકિટ કાપી રહી હતી. તેમની જગ્યાએ નવા ઉમેદવારને સ્થળ આપવામાં આવનાર છે. જેને લઇને રામાજી ઠાકોર પોતાની રાજકીય કારકિર્દી આગળ વધે તે માટે ભાજપમાં જાેડાઈ ગયા હતા. કોંગ્રેસ એક સાંધેને તેર તૂટે તેવી સ્થિતિ થઇ રહી છે. જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરી ૮ ફેબ્રુઆરીથી શરૂ થશે. ચૂંટણીનું પરિણામ જ્યારે આવશે. ત્યારે પરંતુ હાલ ભાજપે વિજયના પાયા નાખવાનું કામ શરૂ કરી દીધું છે. ચાર દિવસના ટૂંકાગાળામાં ભાજપે કોંગ્રેસના એક મહિલા સદસ્યને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખને ભાજપમાં સામેલ કરી દીધા છે. હવે જાેવાનું એ રહે છે કે, હજુ આગળના દિવસોમાં કેટલા નારાજ નેતાઓ કેસરીયો ધારણ કરશે ?

Download Our B K News Today App



Related News