માટી ચોરીના આરોપી રૂપાલના સરપંચ સસ્પેન્શનથી બચવા કેસરીયાના રંગે રંગાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 11:03:00
  • Views : 391
  • Modified Date : 2021-02-04 11:03:00

ગાંધીનગર જિલ્લા
પંચાયતની ચૂંટણીનંુ
કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભાજપ કોંગ્રેસ જિલ્લા પંચાયત સર કરવા મરણિયા પ્રયાસ કરી રહી છે. ત્યારે ચૂંટણી શરૂ થાય તે પહેલા જ ભાજપે શિકાર શરૂ કરી દીધા છે. તાલુકાના રૂપાલ ગામના સરપંચ ઉપર માટી ચોરીનો આરોપ છે. જેની સુનાવણી પુરી થઇ છે અને માત્ર પરિણામ બાકી છે. ત્યારે
સરપંચ સસ્પેન્શનથી બચવા ભાજપમાં જાેડાઇ ગયા છે. તેની સાથે જિલ્લા પંચાયતના કોંગી સદસ્યા પણ જાેડાઇ જતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોઢામાં આગળા નાખી ગયા છે.
જિલ્લા ભાજપ દ્વારા મંગળવારે વરદાયિની માતાજી મંદિર ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતંુ. જેમાં સરઢવ જિલ્લા પંચાયત સીટ બાબતે ચર્ચા કરાઇ હતી. હાલમાં આ બેઠક કોંગ્રેસ પાસે છે, પરંતુ પંજાના હાથમાંથી ખેંચી લેવા કાર્યકરોને આહવાન કરાયુ હતુ. ત્યારે આ કાર્યક્રમમાં રૂપાલના સરપંચ ભાજપમા જાેડાઇ ગયા હતા. ગામલોકોના મોઢે સાંભળવા મળતી ચર્ચા મુજબ  સરપંચ જશવંતભાઇ પરમારે એક વર્ષ અગાઉ ગામની માટીને વેચી મારી હતી. જેની ફરિયાદ મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે.  જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સુનાવણી પુરી કરી દેવામાં આવી છે, પરંતુ
પરિણામ જાહેર કરાયું નથી. સરપંચ માટી ચોરીમાં સસ્પેન્ડ થશે જ તેવો ગામ લોકોને વિશ્વાસ છે. ત્યારે ગઇકાલ મંગળવારે વરદાયિની માતાજી મંદિર ખાતે મળેલી ભાજપની બેઠકમાં સરપંચે કેસરીયો કરી લીધો હતો. ત્યારે આ બાબતે ચર્ચા સાંભળવા મળતી હતી કે, સરપંચ માત્ર પોતાની ખુરશી બચાવવા ભાજપમા જાેડાયા છે. ભાજપ પણ દાગી નેતાઓને ખેસ પહેરાવી રહી છે તે મહત્વની બાબત જાેવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News