કેરળના એરપોર્ટ પર 7 લાખ રૂપિયાનો ગાંજો સ્લિપરમાં છુપાવી લાવનાર વ્યક્તિની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-14 17:48:46
  • Views : 452
  • Modified Date : 2019-07-14 17:48:46

દેશમાં ડ્રગ્સ સ્મગલરની કોઈ કમી નથી. તેઓ ડ્રગ્સની હેરફેર કરવા માટે નતનવા પ્રયત્નો કરતા હોય છે. કેરળમાં કન્નુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 910 ગ્રામના ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિની CISF(સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ)એ ધરપકડ કરી છે. અજસ વાલિયાબલથે તેના સ્લિપરની અંદર ગાંજો છુપાવ્યો હતો. 910 ગ્રામના ગાંજાની કિંમત આશરે 7 લાખ રૂપિયા છે. હાલ પ્રવાસી અજસને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને સોંપી દેવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News