કેરળમાં સૌથી વધુ એક્ટિવ કેસ, વસ્તીની રીતે મહારાષ્ટ્રથી ત્રણ ગણા વધુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-18 12:08:07
  • Views : 244
  • Modified Date : 2021-01-18 12:08:07

    દેશમાં કેરળને છોડીને મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસ કન્ટ્રોલમાં છે. કેરળ 68 હજાર 990 એક્ટિવ કેસની સાથે ટોપ પર છે. 52 હજાર 653 એક્ટિવ કેસની સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે છે. ચિંતાની વાત એ પણ છે કે મહારાષ્ટ્રમાં આટલા કેસ 12 કરોડ 20 લાખની વસ્તી પર છે. જ્યારે કેરળની વસ્તી માત્ર 3.5 કરોડ છે. એટલે કે વસ્તીના હિસાબની સરખામણી કરીએ તો કેરળમાં મહારાષ્ટ્રથી ત્રણ ગણા એક્ટિવ કેસ છે.

    દેશમાં રવિવારે 13 હજાર 962 નવા કેસ આવ્યા, 14 હજાર 513 દર્દીઓ સાજા થયા અને 145ના મોત થયા. અત્યાર સુધીમાં કુલ 1.05 કરોડ કેસ આવી ચૂક્યા છે, 1.02 કરોડ સાજા થઈ ચૂક્યા છે અને 1.52 લાખના મોત થયા છે. હવે માત્ર 2.05 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.મુંબઈમાં હવે ખાનગી કારની અંદર માસ્ક ન પહેરનારાઓ પર દંડ લાગશે નહિ. મુંબઈ નગર નિગમે તેના માટે આદેશ બહાર પાડ્યો છે. જોકે પબ્લિક પ્લેસ, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક હાલ પણ અનિવાર્ય છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે UKમાં મળેલા કોરોનાના નવા વેરિઅન્ટથી અત્યાર સુધીમાં દેશના 116 લોકો સંક્રમિત થયા છે. રવિવારે નવા વેરિઅન્ટથી સંક્રમિત કોઈ કેસ મળ્યો નથી.રાજસ્થાનમાં સોમવારથી 9થી 12ની અને દિલ્હીમાં 10થી 12સુધીની સ્કુલો ખુલી રહી છે. અહીં કોરોનાની ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવું પડશે.


Download Our B K News Today App



Related News