આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાન બોર્ડર પર તીડ આવતાં કેન્દ્રની બે ટીમ તૈયાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-16 11:19:08
  • Views : 540
  • Modified Date : 2020-01-16 11:19:08

બનાસકાંઠા જિલ્લામાં ચાર માસથી તીડનો આતંક યથાવત રહ્યો છે. ત્યારે ગત મહિને થરાદ, વાવ, સુઈગામ  તાલુકામાં જીરું, રાયડું,એરંડા સહિતનાં પાકનાં ઉભા ખેતરો સાફ કરી દીધાં હતાં. ત્યારે પુનઃ સુઈગામથી નડાબેટ જીરો
પોઇન્ટ બોર્ડર પર તીડ દેખાયાં છે. સરહદી વાવ તાલુકામાં તીડના આતંકને પગલે હજારો એકર જમીન ઉજ્જડ કરી નાખી છે. ત્યારે બુધવારે પુનઃ ભારત પાકિસ્તાનની
આંતરરાષ્ટ્રીય જીરો પોઈન્ટ બોર્ડર નજીક પાકિસ્તાન તરફથી તીડના મોટા ઝુંડ આવી રહ્યાં હોવાનાં સમાચાર મળતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેન્દ્ર સરકારની તીડ નિયંત્રણની બે ટીમ કામે લાગી છે.તો વળી પવનની દિશાને આધારે તીડ બનાસકાંઠા અથવા કચ્છના રણમાં પ્રવેશ કરી શકવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે ત્યારે હાલમાં તો ખેડૂતો પર કુદરતી આફતો વચ્ચે દિવસો પસાર કરી રહ્યાં છે. તીડને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નક્કર કામગીરીઓ કરવાની માંગણી ખેડૂતોએ કરી છે.
બનાસકાંઠા જિલ્લાનો વાવ, થરાદ, સુઈગામ વિસ્તારમાં ખેતી અને
પશુપાલન આધારિત છે ત્યારે ચાર માસથી  કુદરતી આફતો વચ્ચે જગતનો તાત પીસાઈ રહ્યો છે. હજારો એકર જમીનમાં વાવેતર કરેલ પાક નષ્ટ થઈ જતાં ખેડૂતોને એક વર્ષ સુધી
પોતાનું ગુજરાન કેમ ચલાવવું તે એક પ્રશ્ન છે ? ત્યારે રાજ્ય સરકાર દ્વારા તીડના આતંકથી થયેલ નુકશાનીનું સત્વરે વળતર ચુકવવાની માંગ કરી રહ્યાં છે. તો વળી કેન્દ્ર સરકાર દ્વારા બોર્ડર નજીક તીડને હેલિકોપ્ટરથી દ્વારા સંપૂર્ણ નાશ કરવામાં આવે તો
પુનઃ બનાસકાંઠા જિલ્લામાં તીડથી નુકશાન ખેડૂતોને વેઠવું પડે નહીં.

Download Our B K News Today App



Related News