મુકબધીર બાળાને સર્વ સમાજે કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલિ આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 11:00:35
  • Views : 350
  • Modified Date : 2020-10-19 11:00:35

બનાસકાંઠા જિલ્લાના ડીસાની માત્ર બાર વર્ષની ઉંમર ધરાવતી એક મુકબધિર બાળા સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. જેની શરીરથી ગળાના ભાગે કપાયેલી હાલતમાં ભાખરની અવાવરું જગ્યાએથી લાશ મળી હતી. આ ઘટનાને પગલે ડીસા માળી સમાજ તેમજ હિન્દુ સેના, મહાકાલ સેના, કરણી સેના, વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપના આગેવાનો, કોંગ્રેસને આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહી બાળકીની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી અને ગાયત્રીમંત્ર બોલવામાં આવ્યો હતો. આ સમયે બાળકીના પરિજનો અને સમાજના લોકોએ આ ઘટનાને વખોડી હતી.  
સૌ પ્રથમ માળી સમાજના આગેવાન અને ભાજપના હોદ્દેદાર ખેતાજી માળીએ જણાવ્યું હતું કે, આ ઘટનાને અમે વખોડીએ છીએ. તેમના પરિવાજનોને માં ભગવતી સહન કરવાની શક્તિ આપે, અને આરોપી કોઈપણ સમાજનો હોય એને કડકમાં કડક સજા થવી જાેઈએ.
દિપકભાઈ પટેલ (બ.કાં. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તેમજ ડીસા નગર સદસ્ય) એ જણાવ્યું હતું કે, માળી સમાજની દીકરી નહીં પરંતુ આપણા બધાની દીકરી છે. અને દરેક દીકરીના બાપ માટે ખુબ જ દુઃખદ ઘટના છે. આ શહેરની અંદર આ ઘટના ખતરારૂપ કહેવાય. અને ફરી આવી ઘટના ન બને તે માટે આરોપીને સજા ઝડપથી મળે તેવું કરવું જાેઈએ.
ચેતન ત્રિવેદી (ડીસા શહેર ભાજપ મહામંત્રી) તેમણે બાળકીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. અને ઘટનાને વખોડી હતી. ડીસા શહેર ભાજપ વતી તેમણે આવી ઘટના ફરી ન બને તેના માટેના પ્રયાસો કરવાની ખાત્રી આપી હતી.
સુનિતાબેન પઢિયારે રાષ્ટ્રીય એકતા મંચના
 જણાવ્યું હતું કે, આ આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થવી જાેઈએ. જેથી કરીને બીજા કોઈ આવું કૃત્ય કરે નહીં. આરોપીને જલ્દીમાં જલ્દી ફાંસી થવી જાેઈએ તેવી મારી સરકારને નમ્ર વિનંતી છે.
માલગઢના માજી સરપંચ કુંદનલાલ કચ્છવાએ પણ જણાવ્યું કે, આરોપીએ ખરાબમાં ખરાબ કૃત્ય કર્યુ છે. આરોપીને કડકમાં કડક સજા થવી જાેઈએ, તમામ નેતાગણે અને પત્રકારોએ બધા ભેગા મળીને આરોપીને સજા અપાવો.
આ બાબતે બી.કે.ન્યૂઝ દૈનિકના તંત્રી તપન જયસ્વાલે  આ ઘટનાને વખોડી અને પોલીસની કામગીરી પર શંકા સેવી હતી. આરોપીને સજા અપાવવા માટે કોર્ટમાં ખરૂ યુદ્ધ થશે. એટલે સાક્ષીપંચથી લઈ તપાસ ઉપર તમામ લોકોએ બારીકાઈથી નજર રાખવી પડશે. માળી સમાજના તમામ આગેવાનોએ જે એકતા બતાવી છે તે જ રીતે આરોપીને સજા અપાવવા ખભે ખભા મિલાવી કામ કરવું પડશે.
આ બાબતે મહાકાલ સેના, હિન્દુ સેના અને કરણી સેના વતી હિતેશભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે, આવી ઘટના કોઈકાળે સમાજમાં ચલાવી ના લેવાય. આરોપીને ઝડપી અને કડક સજા થાય તો જ દાખલો બેસે.
વિશ્વ હિન્દુ પરિષદ વતી મહેન્દ્રભાઈ માળીએ જણાવ્યું હતું કે, આવી ઘટના સમાજ માટે કલંકરૂપ છે. આરોપીને કડકમાં કડક સજા થવી જાેઈએ. પોલીસ તપાસની પણ તપાસ થવી જાેઈએ.
પ્રવિણભાઈ માળીએ ઘટના વખોડીને ડીસા શહેરમાં
સીસીટીવી ઘટના ઉકેલવામાં કેવી મદદગાર બની છે તેનો ઉલ્લેખ કર્યો. ભાજપના આગેવાન અને સરકાર તરફથી જાહેરમાં ખાત્રી આપી કે, આવી ઘટના ફરી ન બને એના માટે અમે પ્રયાસ કરીશું.
આ બાબતે મગનલાલ માળીએ જણાવ્યું હતું કે, જે આરોપી છે એની સાથે જે પણ હોય તે બધાને સજા થવી જાેઈએ. સરકાર વતી અમે ખાત્રી આપીએ છીએ કે આનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી જલ્દી સજા કરીશું.
આ બાબતે બાળકીના પિતા  દિનેશભાઈએ આક્રોશ પૂર્વક જણાવાયું હતું કે, આ કેસમાં જાે આરોપી છૂટી જશે તો જ્યારે પણ તે બહાર આવશે ત્યારે અમે તેને છોડીશું નહીં.
આ ઘટનાના પગલે આવતી કાલે સરકારને એક આવેદનપત્ર આપવાનું છે અને માલગઢ ખાતે એક વિશાલ સભાનું આયોજન કરેલ છે. જેમાં બાળકીને ન્યાય આપવા માટેની ઝૂંબેશ આગળ વધાવામાં આવશે.  


ડીસા વકીલ બાર એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય
ડીસા વકીલ બાર એસોસિએશન દ્વારા પણ ૧૨ વર્ષિય દીકરીના સમર્થનમાં એક મહત્વનો ર્નિણય લીધો છે. જેમાં શનિવારે બનેલી ઘટનામાં વકીલ એસોસિએશન એક થઈ અને બાળકીને ન્યાય મળે તે માટે ડીસામાં એકપણ વકીલ આરોપીનો કેસ ન લડવાનો ર્નિણય કર્યો છે. જેથી આવા નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય. જેનાથી આવનાર સમયમાં કોઈ અન્ય દીકરી આવા લોકોનો ભોગ ન બને અને સમાજમાં એક ઉદાહરણ બેસે. બાર એસોસિએશનના પ્રમુખ ડી.પી.દવેએ જણાવ્યું હતું કે, અમારા એસોસિએશનના એક પણ વકીલ આ કેસ લડશે નહીં અને આ આરોપીને ફાંસીને સજા થવી જાેઈએ.

Download Our B K News Today App



Related News