સરહદી વાવ તાલુકાની નર્મદા કેનાલોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર, કેનાલો કાગળની જેમ તૂટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 11:41:48
  • Views : 405
  • Modified Date : 2019-11-03 11:41:48

સરહદી વાવ તાલુકામાં બનેલી કેનાલો ભ્રષ્ટાચારની કેનાલો હોય તેમ વારંવાર તૂટી જાય છે. તેમ છતા સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કેનાલો રિપેરીંગનાં બહાને લાખો રૂપિયાનાં બીલો ઉધારે છે. તેમજ અધિકારીઓ પણ કોન્ટ્રાકટરો પાસેથી દિવાળી લેતાં હોઈ કામની ગુણવત્તા અને ક્વોલિટી કે કોંન્ટીટી મામલે કાંઈ પણ બોલતાં નથી. ત્યારે વારંવાર તુટતી કેનાલોથી ઊભાં ખેતરમાં મોંઘાં ભાવનાં બિયારણ, ખાતર સહિત ખેડનો ખર્ચ કરીને ખેડૂતોનાં પાક તૈયાર થતાં હોય છે. ત્યારે કોન્ટ્રાક્ટરો,અને અધિકારીઓની મિલીભગતનો ભોગ આખરે ખેડૂત બને છે. ત્યારે સરકાર દ્વારા આવાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે લાલ આંખ કરે તે જરૂરી છે.
સરહદી વાવ, થરાદ, સુઈગામ સહિત ઢીમા
પંથકમાંથી પસાર થતી કેનાલોમાં સફાઈ કરવાનાં બહાને લાખ્ખો રૂપિયા રાજ્ય સરકાર પાસેથી કોન્ટ્રાક્ટરો લે છે. ત્યારે સફાઈ તો એકપણ કેનાલોની કરતાં જ નથી. અહીંથી પસાર ખેડૂતો માટે આર્શીવાદરૂપ બની છે. તો વળી એ જ કેનાલો ખેડૂતોને રાતા
પાણીએ રોવરાવે છે. લાખ્ખો રૂપિયાનાં ખર્ચે જીરાનો પાક તૈયાર કરવામાં આવતો હોય છે. ત્યારે આ પાકમાં ભ્રષ્ટાચારથી બનેલ કેનાલ પળવારમાં ખેડૂતોનાં ખેતરોમાં જળબંબાકાર કરી દે છે. જે બાબતે અનેક રજૂઆતો કરવાં છતા પણ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં
 આવતી નથી. રાજ્ય સરકાર દ્વારા સત્વરે પગલાં ભરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.
સરહદી વાવ નજીકથી પસાર થતી માલસણ બ્રાંચ, ગોલપ માઈનોર અને નેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલો આજે પણ તૂટેલી હાલતમાં પડી છે. આમ શિયાળુ સીઝન ચાલું થઈ ગઈ છે છતાં પણ કેનાલોનું રીપેરીંગ કામ ઝડપી થાય તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News