ગાંધીનગર તાલુકા ભાજપ મંત્રીએ જ કેનાલમાં થતી ચોરીને સર્મથન આપ્યંુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-05 11:38:21
  • Views : 288
  • Modified Date : 2021-01-05 11:38:21

પાટનગરના રાયપુર
પાસેથી પસારથતી નર્મદા કેનાલમાં બેફાર્મ પાણી ચોરી કરવામાં આવી રહી છે. રાજ્યભરના ખેડૂતો કેનાલમાંથી
પાણી ચોરી કરે છે. ત્યારે રવિવારે નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરાયુ હતુ. જેમાં નર્મદા કેનાલ પાસેથી પાણી ચોરી કરતા અનેક ફાઇટરને
ઉપાડી લેવાયા હતા. જેની જાણ ગ્રામજનોને થતા સ્થળ ઉપર જ હોબાળો થઇ ગયો હતો. આ બબાલની જાણ કેન્દ્રિય ગૃહમંત્રીને કરતા જપ્ત કરેલા ફાઇટર સ્થળ
પર પરત મુકવા પડ્યા હતા.
રાજ્યભરના ખેડૂતો નર્મદા કેનાલમાંથી ફાઇટર દ્વારા મફતમાં પાણી ખેંચવાની પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ બાબતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ચોરી થતી હોવાનું અનેકવાર કબૂલી ચૂક્યા છે. ત્યારે રવિવારે ગાંધીનગર તાલુકાના રાયપુર પાસે નર્મદા નહેર વિભાગના અધિકારીઓ ચેકીંગ કરવા
પહોંચ્યા હતા. રાયપુર, નભોઇ, વિરાવલાવડી સહિતના કેનાલ
પાસેના ખેતરના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલી ચોરી જાેઇને અધિકારીઓ ચોકી ગયા હતા. ચોરી બંધ કરવા અધિકારીઓ દ્વારા ફાઇટરને જપ્ત કરાયા હતા.
અધિકારીઓએ ફાઇટર જપ્ત કર્યાના સમાચારથી મોટી સંખ્યામાં ખેડૂતો દોડી આવ્યા હતા. પોલીસ કાફલા સાથે આવેલા અધિકારીઓએ પાણી ચોરી કરતા ખેડૂતો સામે ફરિયાદનુ શસ્ત્ર ઉઠાવ્યુ હતુ. બાદમાં આ મામલાઓ રાજકીયરૂપ ધારણ કર્યુ હતુ. જેમાં સ્થાનિક તાલુકા સદસ્ય અને ભાજપના તાલુકા મંત્રી દોડી આવ્યા હતા અને મામલાને શાંત પાડવામાં આવ્યો હતો. જ્યારે સોશિયલ મીડિયામાં સંદેશ વહેતા થયા હતા કે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને તાત્કાલિક કરેલી રજૂઆતથી કેનાલ ઉપર ફાઇટરને પરત મુકાયા છે. જેનાથી સ્પષ્ટ જાહેર થઇ રહ્યુ છેકે એક તરફ અધિકારીઓ પાણી ચોરી રોકવા દોડાદોડી કરે છે. બીજી તરફ
રાજકીય આગેવાનો અંગત સ્વાર્થ માટે ચોરી કરાવે છે.

Download Our B K News Today App



Related News