ગાંધીનગર કોબા ગામ પાસેની સુઘડ કેનાલમાં પ્રેમીપંખીડાએ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 11:17:41
  • Views : 507
  • Modified Date : 2020-07-24 11:17:41

ગાંધીનગરમાં બન્ને પ્રેમી
પંખીડાએ એક બીજાના હાથે રૂમાલથી બાંધી આત્મહત્યા કરી હતી, જ્યારે આ યુવતી અને યુવક નવા કોબા ગામમાં રહેતા હતા. ગાંધીનગર પાસેની સુઘડ કેનાલમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો. બન્ને પ્રેમી
પંખીડાએ એક બીજાના હાથને રૂમાલથી બાંધી નર્મદા કેનાલ ઝંપલાવી આત્મહત્યા કરી છે.
આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. શહેર પાસેની સુઘડ કેનાલમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવને લઇને અડાલજ પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તપાસ કરતા ખબર પડી હતી કે, યુવક નવા કોબા ગામમાં રહેતા ૨૩ વર્ષિય ઇન્દ્રજીત જેસંગજી ઠાકોર અને યુવતી આશરે ૨૩ વર્ષિય મમતા અમરતભાઈ રાવળ સામે આવ્યા છે. આ યુવક પરિણીત હતો અને ખેતી કામ કરતો હતો. જ્યારે યુવતી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. આ બંને વચ્ચે પ્રેમ હતો અને એક થઈ શકે તેવી સ્થિતિમાં ન હતા. જેને લઈને બંને હાથે રૂમાલ બાંધીને કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. આ બનાવને લઇને અડાલજ પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી મુજબ ગુરૂવારના રોજ બપોરના સમયે સુઘડ કેનાલમાં યુવક અને યુવતીના મૃતદેહ તરતા જોવા મળી આવતા જેની જાણ ગાંધીનગર ફાયરબ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક ઘટનાવસ્થળે પહોંચી ગયા હતા અને તરવૈયાઓની ટીમ દ્વારા આ બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News