કોતરવાડા પાસે માઇનોર કેનાલમાં ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 11:49:14
  • Views : 435
  • Modified Date : 2020-01-09 11:49:14

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં અનેક વખત કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે, જેના કારણે ખેતીના પાકમાં ભારે નુકસાન આવ્યું છે. જેમાં સવારે દિયોદર તાલુકાના કોતરવાડા પાસે માઇનોર કેનાલમાં ૪૦ ફૂટનું ગાબડું
પડતા આજુબાજુ ખેતરોમાં
પાણી ફરી વળ્યું હતું અને ખેતીના પાકમાં ભારે નુકસાન આવ્યું હતું.
દિયોદર તાલુકાના કોતરવાડા પાસે વહેલી સવારે માઇનોર કેનાલ માં અંદાજીત ૪૦ ફૂટ જેટલું ગાબડું પડતા ઼
આજુબાજુ વિસ્તારમાં આવેલ ૪૦ વીઘા જેટલી જમીનમાં કેનાલનું પાણી ફરી વળ્યું હતું. જેને લઈ ખેડૂત આલમમાં દોડધામ મચી જવા પામી હતી.  કેનાલમાં ગાબડું પડતા સ્થાનિક ખેડૂતોએ પોતાની શિયાળુ ખેતી બચાવવા માટે જાતે મહેનત કરી કેનાલનું પાણી રોક્યું હતું. જો કે આ બાબતની જાણ દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ ઢુંકાને થતા ગ્રામ સેવક અને તલાટીને જાણ કરી સ્થળની મુલાકાત લીધી હતી. જિલ્લામાં સરહદી વિસ્તારમાં અનેક વખત કેનાલમાં ગાબડા પડી રહ્યા છે. ભષ્ટાચારની કેનાલમાં ગાબડા
 પડતા હોવા છતા જવાબદાર અધિકારીઓ ચુપકીદી સેવી રહ્યા છે. આ બાબતે ખેડૂતોએ ભારે રોષ વ્યકત કરતા જણાવેલ કે અનેક વખત કેનાલમાં ગાબડા પડે છે જેમાં અત્યારે ૪૦ ફૂટ જેટલું માઇનોર કેનાલમાં ગાબડું પડતા અમોએ શિયાળુ પાક ઘઉં, રાયડો, જીરૂ, કપાસ જેવા પાકનું વાવેતર કર્યુ હતુ પરતું પાણી ફરી વળતા અમારે ભારે નુકસાન આવ્યું છે.

Download Our B K News Today App



Related News