સાંસદ પરબતભાઇ પટેલ સુજલામ સુફલામ્ કેનાલની મુલાકાતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 18:05:34
  • Views : 640
  • Modified Date : 2020-06-14 18:05:34

લાખણી તાલુકા માંથી પસાર થતી સુજલામ સુફલામ્ કાચી કેનાલની સાંસદ પરબતભાઇ પટેલે મુલાકાત લીધી હતી.થોડા દિવસ પહેલા કાંકરેજ તાલુકાના ચાંગા પંપીંગ સ્ટેશન પરથી સુજલામ સુફલામ્ કાચી કેનાલમાં પાણી નાખવામાં આવ્યું હતું ત્યારે પાણી લાખણી ખાતે આવી પહોંચતા બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ મુલાકાતે આવ્યા હતા. મુલાકાત લઈ મીડિયા સમક્ષ જહવ્યું હતું કે કાચી કેનાલમાં પાણી આવવાથી ઊંડા જઈ રહેલા પાણીના તળને રોકી શકાશે જેથી ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી નહિ પડે અને ખેડૂતોની મુશ્કેલી દૂર કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ કટિબદ્ધ  છે. ઉલ્લેખનીય છેકે જો કાચી કેનાલમાં સતત પાણી ચાલુ રાખવામાં આવે તો જ ઊંડા જઈ રહેલા પાણીના તળને રોકી શકાય બાકી તો કેનાલ બન્યા ને આજે વર્ષો વિતી ગયા પણ પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે જેથી ખેડૂતને આવક સામે ખર્ચા વધી રહ્યા છે

Download Our B K News Today App



Related News