કેનાલોમાં પાણી છોડવા માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-20 12:06:59
  • Views : 449
  • Modified Date : 2019-06-20 12:06:59

મહેસુલી કર્મચારીઓની બઢતી અંગેની પડતર માંગણી સરકાર દ્વારા પૂર્ણ ન કરાતાં અને વારંવાર મુદ્દતો આપતા તમામ મહેસૂલી કર્મચારીઓએ સાથે મળી માંગણી અંગેની  કાર્યવાહી દિન-૩ માં પૂર્ણ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.   માંગણી અંગે સમય મર્યાદામાં કાર્યવાહી ના થાય તો ઉગ્ર વિરોધ કરવા ચિમકી પણ ઉચ્ચારી હતી.
આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દુષ્કાળ હોવા છતાં અછતના કામો નથી થતા. ઘાસ ડેપો પર ઘાસ પૂરતું મળતું નથી, નર્મદા ડેમમાં પાણીનો જથ્થો હોવા છતાં પાણી છોડવામાં આવતું નથી. પાણી અને ઘાસ વગર પશુધન મરી રહ્યું છે. આ અંગે  તા.૮-૩-૧૯ નાં રોજ રેવન્યુ કર્મચારી  મહામંડળ આ બાબતે હડતાળ પર ગયેલ પરંતુ ચૂંટણી જેવી રાષ્ટ્રીય કામગીરીમાં વિક્ષેપ ના થાય તે માટે સ્વયં હડતાળ મુલતવી રાખી હતી.  સરકાર કારકુન /મહેસૂલી તલાટીની બઢતી અંગેની કાર્યવાહી ૩૧-૩ પહેલાં પૂર્ણ કરવા ખાતરી આપેલ હતી.  પરંતુ માંગણી પૂર્ણ ના થતા રાજકોટ જિલ્લા પછી બનાસકાંઠા કર્મચારી મંડળ સરકાર સામે બાયો ચડાવી છે.

Download Our B K News Today App



Related News