થરાદના સવપુરાની માઇનોર કેનાલમાં પાણી આપવા માગણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 11:12:44
  • Views : 413
  • Modified Date : 2019-07-19 11:12:44

થરાદ તાલુકાના ભોરોલના ગ્રામજનોએ બુધવારે થરાદના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમની મુશ્કેલીઓનું વર્ણન કરી
સવપુરા માઇનોર કેનાલોમાં
પાણી આપવાની માગણી કરવામાં આવી હતી. થરાદ તાલુકાના ભોરોલના ગ્રામજનો બુધવારે પ્રાંતઅધિકારી વીસીબોડાણાની કચેરીમાં
પાણીના મુદ્દે દોડી આવ્યા હતા.
આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા વચ્ચે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે વારંવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં પણ તેમની સમસ્યાનું કોઇ જ  નિરાકરણ આવતું નથી. આ માટે થરાદ તાલુકાની સવપુરા માઇનોર એક અને બે માં તાત્કાલિક અને સમયસર પાણી મળે તેવી માંગ કરી હતી. નાયબ કલેકટરે આવેદન સ્વીકારી યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપી હતી.

Download Our B K News Today App



Related News