થરાદમાં માનસિક ત્રાસથી યુવકે કેનાલમાં ઝંપલાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-11 11:33:01
  • Views : 413
  • Modified Date : 2019-10-11 11:33:01

થરાદ તાલુકાના કોઠીગામ ખાતે રહેતા અને થરાદ એમ.ડી.એમ. શાખામાં ફરજ બજાવતા નરસંગભાઈ આસલના રપ વર્ષીય પુત્ર પ્રદીપ  જે થરાદમાં જગદીશભાઈ આસલને ત્યાં નોકરી કરતો હતો. તેમજ કાંઈક કારણોસર પૈસાની જરૂર પડતાં થરાદ તાલુકાના કોઈ ગામના શખ્સ પાસેથી પૈસા લાવેલ હતા. જેમાં આપેલા પૈસા પાછા લેવા માટે પ્રદીપને માનસિક ત્રાસ આપતો હતો તેવા આરોપ સાથે બપોરના ૧
વાગ્યાના સુમારે પ્રદીપે થરાદમાં ચાલતી કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેમાં હકીકત એવી હતી કે થરાદ તાલુકાના જમડા ગામના રણજીત નામના યુવક પાસેથી પૈસા લાવેલ હતા અને તે પૈસા પાછા લેવા માટે કોઈ બબાલ થઈ હશે તેવું દર્શાવતા તેમના કાકા દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. થરાદ પોલીસ સ્ટેશને પંચનામુ કરી કલમ ૩૦૬ અને એટ્રોસીટી લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News