સુજલામ સુફલામ કેનાલ કોરી ધાકોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-13 11:39:04
  • Views : 427
  • Modified Date : 2020-04-13 11:39:04

દિયોદર, કાંકરેજ, લાખણી પંથકમાં થઈને પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલ ભર ઉનાળે બંધ કરી દેવાતા ખેડૂતોને કોરોના સંકટ અને લોકાઉનની ભારે તકલીફમાં છે અને ખેડૂતો સતત પાકો વેચવાનું નક્કી નહીં અને ખાતરની મેળવવાની કોઈ વ્યવસ્થા નહીં વચ્ચે હવે ધીમે ધીમે પાણીના સ્તર નીચા જઈ રહ્યા છે. તો તેને રોકવા અને જળ સપાટી જળવાઈ રહે તે હેતુએ બનાવેલી કાચી કેનાલ સુજલામ સુફલામને બંધ કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોની ગામના યુવાને પોતાના વિસ્તારમાં થઈ ચાલતી આ કાચી કેનાલ સુજલામ સુફલામમાં પાણી નંખાવવા માટે સી. એમ., ડેપ્યુટી સી.એમ. કૃષિ મંત્રાલય કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ સ્થાનિક સાંસદ તેમજ લોકલ ધારાસભ્ય સહિતનાઓને લેખિત મૌખિક ટેલિફોનિક તેમજ મેઈલ દ્વારા રજુઆત કરીને સત્વરે પાણી આ કેનાલમાં નંખાય તેવી રજૂઆતો કરવા છતાં કોઈજ
પરિણામ લક્ષી જવાબ ન માળતા લોકડાઉનના સમયે જળ સંકટની ચિંતા વ્યક્ત કરી હતી અને મીડિયા માધ્યમથી સ્થાનિક ખેડૂત  પણ સરકાર અમારું કાઈ સાંભળતી ન હોઈ અને બહેરી મુંગી સરકાર આ કેનાલમાં પાણી છોડે તેવી વિનંતી આગ્રહ ભરી કરી હતી.
 ખેડૂતોને જીવડો તો દેશ અને દુનિયાને જીવાડશે એવી માર્મિક માંગ પાણી માટે કરી હતી. ત્યારે ફોરણા ગામના ખેડૂત અને યુવા અગ્રણી દિનેશભાઇ પટેલે પણ સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહિ નાખવામાં આવે તો કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે જળસંકટ ઉભું થશે અને ખેડૂત બરબાદ થશે અને આમ થતું અટકાવવું હોય તો આ કાચી કેનાલમાં પાણી નાંખો અને જળસંકટ ન સર્જાય અને સાચા અર્થમાં જય જવાન જય કિશનનો નારો આ તબબકે સાચો ઠરે અને ખેડૂત તો જગતનો તાત છે. તેને આ તબ્બકે બચાવવો જરૂરી છે.
આમ સુજલામ સુફલામ કેનાલમાં પાણી નખવા માટે મોટું આંદોલન છેડાય એ પૂર્વે સરકાર ખેડૂત લક્ષી નિર્ણય લઈ સત્વરે આ કાચી કેનાલમાં પાણી નાંખે તેવી ઉગ્ર જનમાંગ ઉઠી છે. ત્યારે હવે કોરોના સંકટ વચ્ચે ખેડૂતોને જળસંકટની ભીતિ હવે વર્તાઈ રહી છે ત્યારે ઘટતું થાય તેવી જનમાંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News