થરાદ તાલુકાના રાહ ગામેથી નીકળતી સુજલામ સુફલામ કેનાલ ખેડૂતો માટે હેરાનગતિ સર્જી રહી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-02 11:28:20
  • Views : 541
  • Modified Date : 2019-07-02 11:28:20

ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના દ્વારા કાચી કેનાલ  બનાવવામાં આવી છે.આ કેનાલમાં માત્ર  એકવાર ખેડૂતોએ પાણી જોયું છે.અત્યારે થરાદના પૂર્વ વિસ્તારમાં
પાણીના તળ ઉંડા જઇ રહ્યા છે.ત્યારે માત્ર ખેડૂતોનો આશરો સુજલામ સુફલામ કેનાલ છે ત્યારે એ પણ કોરી છે અને ત્યાંના ખેડૂતો માટે માથાના દુઃખાવા સમાન બની ગઇ છે.કેનાલ બનાવવા આવી છે
પણ કોઈ માપ કે સર્વે નંબર વગર બનાવવામાં આવી છે. જેનાથી ખેડૂતોની જમીન
કાપવામાં આવી છે. જયારે ત્યાંના ખેડૂતોને પોતાના રહેઠાણ તરફ જવા માટેનો રસ્તો પણ બરાબર નથી. દર ચોમાસામાં  તેને  રીપેરિંગ કરવામાં આવે છે તે પણ માત્ર દેખાવ
પૂરતો.જયારે ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટ અને કેનાલના અધિકારીઓને  કહેવામાં આવે કે રસ્તો કેમ  આવી રીતે બનાવો છો ત્યારે અધિકારીઓ દ્વારા ખેડૂતોને દબાવવામાં આવે છે કે વધારે કંઈ કહેશો  તો  ફરિયાદ કરીશું. આ ખેડૂતો  દ્વારા  રાજકીય નેતાઓને મૌખિક રીતે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરીણામ શૂન્ય જાવા મળી રહ્યું છે.
સુજલામ સુફલામની કેનાલની  બાજુમાં જ એક પ્રાથમિક શાળા આવેલ છે.ત્યાં બાળકોને ચોમાસામાં ભણવા જવું એક જોખમરૂપી જાવા મળી રહ્યું છે.જયારે ચોમાસુ બેસે અને એક વરસાદ પડે અને કેનાલ
પરનો રસ્તો તૂટી જતો જાવા મળે છે.સુજલામ સુફલામ તાલુકાના રાહ ગામમાંથી પસાર થતી રેલ નદીનું પાણી સુજલામ સુફલામમાં પડે ત્યારે તે કેનાલ તૂટી જાય છે અને ખેડૂતોના ઉભા પાકને સાફ કરી નાખે છે જેનાથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. બાળકો શાળામાં કેવી રીતે જાય તે પણ  ત્યાંના રહીશોએ તંત્રને રોડ  બાબતે રજૂઆત કરી પણ કોઈ સાંભળતુ નથી. ત્યાંના ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે અમારી જમીન કેનાલ દ્વારા દબાણ કરવામાં આવે છે જો ખેડૂતો કહે તો ત્યાંનો કેનાલ પરનો સુપરવાઈઝર પણ ખેડૂતોને દબાણ આપે છે અને કહે છે કે તમારાથી જે કંઈ થાય તે કરી લો. હવે તો સરકારી બાબુઓ પણ આવી દાદાગીરી કરતા થઇ ગયા તો ખેડૂતો કોને કહેશે.  આમ કયારે ખેડૂતોને ન્યાય મળશે? કોને રજૂઆત કરે તો ન્યાય મળે એ પણ ખેડૂતો માટે વિચારવા જેવું છે.

Download Our B K News Today App



Related News