ચંડીસર જી.આઈ.ડી.સી.માંથી કેમિકલયુક્ત પાણી રસ્તા પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 11:41:25
  • Views : 412
  • Modified Date : 2019-09-26 11:41:25

સમગ્ર ભારતભરમાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તેવામાં પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે આવેલ જી.આઈ.ડી.સી. માંથી કેમિકલ યુક્ત પાણી રસ્તા પર ફેલાય છે. અને આ ગંદા પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી. આથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત વર્તાઈ રહી છે.
ચંડીસર જી.આઈ.ડી.સી. માંથી છેલ્લાં ઘણા સમયથી કેમિકલયુક્ત ગંદુ પાણી મોટા પ્રમાણમાં રસ્તા પર ફેલાય છે. આ ગંદા પાણીથી અહીંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને  મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે અવાર-નવાર રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી આ કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે કોઈ જ પગલાં ભરવામાં નથી આવ્યા. જા આ કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નિકળવાની શકયતાઓ  દેખાઈ રહી છે.


Download Our B K News Today App



Related News