ગઢ કેળવણી મંડળ શાળા સંકુલમાં પક્ષીઓ માટે પાણીના કુંડા નુ વિતરણ કરાયુ .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 08:09:38
  • Views : 892
  • Modified Date : 2019-04-08 09:23:01

ગઢ કેળવણી મંડળ સંચાલીત શાળાસંકુલ માં પક્ષીઓ માટે પાણીના કુંડાઓ નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ . ગઢ ખાતે કેળવણી મંડળ સંચાલીત શાળામાં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓને સુભાષભાઈ સી. શાહ અને સેવંતીભાઈ સી. શાહના માર્ગદર્શન હેઠળ જીવદયાપ્રેમી સુરેશભાઈ ઉતમલાલ પેથાણી તરફથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટેના ૧૦૦૦ કુંડા અર્પણ કરાયા તેમજ જીવદયાનો સંદેશ પુરો પાડ્યો હતો આપ્રસંગે ગઢ કેળવણી મંડળના પ્રમુખ ખોડીદાસ પટેલ દ્રારા આ પ્રસંગ ને અનુરુપ લિધાર્થીઓને જીવદયાનો સંદેશ આપ્યો હતો તેમજ તેમના હસ્તે પક્ષીઓ માટેના કુંડાનુ વિતરણ કર્યુ હતુ આ કાર્યક્રમ માંં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય એસ. પી. ક્રિશ્ર્ચિયન, નોન ગ્રાન્ટેડ ના કો. ઓડીનેટર સુનિલભાઈ સાળવી , પ્રા. વિભાગના આચાર્ય અરવિંદભાઈ મેતીયા અંગ્રેજી વિભાગ ના આચાર્ય જયાબેન નાયર બાલમંદિર વિભાગના આચાર્ય જયોત્સનાબેન રાવલ અને તમામ સંકુલના સ્ટાફમિત્રોએ હાજરી આપી હતી .

Download Our B K News Today App



Related News