લાખણીના ભાકડીયાલમાં ખેલાયો ખુની જંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 11:10:19
  • Views : 523
  • Modified Date : 2019-11-03 11:10:19

સરહદી બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના સફરમા દિવસો બાદ લાભ પાંચમથી માંડ જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે ત્યાં લાખણી તાલુકાના ભાકડીયાલ ગામે ઘરના મોભીએ જ ખૂની ખેલ ખેલી
પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરતા હાહાકાર સાથે પંથકમાં અરેરાટી છવાઈ છે. સામુહિક ત્રિપલ હત્યાની  કાળજું કંપાવતી કરૂણ ઘટનાને પગલે આગથળા પોલીસે ઘનિષ્ઠ તપાસનો દૌર હાથ ધર્યો છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ભાકડીયાલ ગામમાં ઘરના મોભીએ જ પુત્ર, પત્ની અને માતા સહિત ત્રણની અગમ્ય કારણોસર કરપીણ હત્યા કરતાં પંથકમાં ગમગીની પ્રસરી જવા પામી છે.  માથા
ઉપર ખૂન સવાર થયેલા માથાભારે ઈસમે પરિવારના સભ્યોને તિક્ષ્ણ હથિયારથી રહેંસી નાખવાની અમાનવીય ઘટના સામે આવતાં ઉમટી
પડેલા ટોળાએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર બાબતની તપાસમાં લાગી છે.
લાખણી તાલુકાના ભાકડીયાલ ગામે પનારા ભીખાજી (ઉ.વ.આશરે ૩૬) નામનાં ઈસમે આવેશમાં આવી પોતાના જ ઘરના ત્રણ સભ્યોની હત્યા કરી પરિવારનો માળો
પળ ભરમાં વેર-વિખેર કર્યાની ઘટના બનતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા. વહેલી સવારે બનેલી ઘટનામાં હત્યારાએ તેના માતા, પત્ની તથા તેના બાળકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા છે.  આ અંગે આગથળા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે. હત્યા કરનાર ઈસમ માનસિક અસ્વસ્થ છે, જેની પોલીસે
ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળે  છે. નોંધનીય છે કે ગત જૂન મહિનામાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કુડામાં એક
પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા થઈ હતી. જેમાં એક જ
પરિવારના પાંચ સભ્યોમાંથી ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી.વ્યાજના વિષચક્રમાં થયેલ હત્યામાં તમામને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. તેવી જ આ બીજી  સામુહિક હત્યાની ઘટના બનાસકાંઠામાં સામે આવતાં ચકચાર મચી ગઈ છે. નવા વર્ષમાં જ એક પરિવાર પિંખાતા હતપ્રભ બનેલા લોકોએ હત્યારા પ્રત્યે ફિટકાર વરસાવ્યો હતો. હત્યાના કારણને લઈ પોલીસે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News