વિશ્વ શિક્ષક દિનને સાર્થક કરતા આ શિક્ષક દંપતિને સો સો સલામ સામઢી રાધુપુરામાં ૨૬ બાળકોને ભણાવી રહ્યા છે કેળવણીના પાઠ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-06 11:28:35
  • Views : 602
  • Modified Date : 2019-09-06 11:28:35

બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલ સામઢીની રાધુપુરા પ્રા. શાળાના બાળકોને કેળવણીની પાઠ શીખવતા દંપતિ સાચા અર્થમાં શિક્ષકનું મહત્વ સમજાવી જાય છે.
સામઢી રાધુપુરા શાળામાં શિક્ષક તરીકે બે વર્ષ પહેલાં થરાદથી બદલી થઈને  જનકભાઈ પટેલ અને તેમના પÂત્ન સંગીતાબેન પટેલ અહી આવેલા અને આ શાળામાં આવતા જ તેમને એવું લાગ્યુ કે અહીતો કોઈ પ્રકારની સગવડો નથી અને બાળકો પણ આવતા નથી. તેથી તેમને ખેતરોમાં થી આવતા બાળકોના વાલીઓનો સંંપર્ક કરવાનું શરૂ કર્યુ અને ઘરે જઈ જઈને બાળકોને સ્કૂલે લાવી તેમના માટે નાસ્તા અને સ્ટેશનરી સ્વંય ખર્ચે લાવી સ્કૂલે આવતા કર્યા હાલ આ શાળામાં ધો. ૧થી ૫ માં ૨૬ બાળકો કેળવણીના પાઠ શીખી રહ્યા છે અને સરસ રીતે વાંચન લેખન કરી રહ્યા છે. ગામના વાલીઓએ જણાવ્યું કે આ શિક્ષક દંપતિના આવ્યા પછી અમારા બાળકો સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે. આ બન્ને શિક્ષક દંપતિનો મહત્વનો ફાળો છે કે અમારા બાળકો શિક્ષિત બને છે .  સરકાર દ્વારા શ્રેષ્ઠ  શિક્ષકોના એવોર્ડ અપાય છે  પરંતુ જો ખરેખર આવા ઉમદા વિચારધારા અને બાળકોને ઉચ્ચ વિચારો આપતા શિક્ષકોને તેમની સારી કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામાં આવે તો સાચા અર્થમાં શિક્ષણનો વ્યાપ વધે બનાસકાંઠા જિલ્લા  શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાની મુલાકાત લઈ અને તેમને જરૂરીયાત ભૌતિક સુવિધાઓ અને સહાય આપવામાં આવે તો હજુપણ બાળકોની સંખ્યા વધે અને સાચા અર્થમાં ભણશે ગુજરાતનું  સુત્ર સાર્થક થાય.

Download Our B K News Today App



Related News