ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ 7 જાન્યુઆરીએ સભા ગજવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-27 08:15:09
  • Views : 86
  • Modified Date : 2023-12-27 08:15:09

ગુજરાતમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાલના દિવસોમાં ચર્ચામાં છે. વનકર્મીઓને  મામલે ધારાસભ્ય સામે ગુનો નોંધાયા બાદ એક મહિનો ફરાર બાદ તે પોલીસ સમક્ષ હાજર થયા હતા.હવે ચૈતર વસવાનું મનોબળ મજબૂત કરવા આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે.રાજયસભા સાંસદ અને ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકે આ અંગેની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે સંગઠન સાથે બેઠક બાદ નિર્ણય લીધો છે. 7 જાન્યુઆરીએ કેજરીવાલ ગુજરાતમાં આવશે.ચૈતર વસાવાના મત વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જનસભા કરશે.એકતરફ આગામી લોકસભા ચૂંટણી દરમિયાન ચૈત્રે વસાવા ચૂંટણી જંગમાં ઝંપલાવા તૈયારી કરી રહ્યા છે તે વચ્ચે કેચરીવાલની ગુજરાતમાં એન્ટ્રી ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.

Download Our B K News Today App



Related News