પાલનપુર સબ જેલના કેદીઓને ઘરે મોકલાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-01 11:35:48
  • Views : 740
  • Modified Date : 2020-04-01 11:35:48

પાલનપુર સબ જેલમાં રહેલા કેદીઓમાં  કોરોના સંક્રમણની સંભાવનાઓ નિવારવા સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ કાચા અને પાકા કામના ૩૧ કેદીઓને મંગળવારે બે માસ માટે ઘરે મોકલવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત કરતા પહેલા તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ ચકાસણી કરાઈ હતી. તેમજ નાસ્તાની કીટ અને વાહનની
પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલનપુર સબજેલમાં રહેલા કાચા અને પાકા કામના ૩૧ કેદીઓને મંગળવારે બે માસ માટે ઘરે મોકલવામાં આવ્યા હતા. આ અંગે જેલર વી.પી. ગોહિલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી એ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત પાલનપુર સબજેલમાં રહેલા કેદીઓમાં  કોરોના સંક્રમણની સંભાવનાઓ નિવારવા સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ કાચા અને પાકા કામના ૩૧ કેદીઓને મંગળવારે બે માસ માટે ઘરે મોકલવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત કરતા
પહેલા તેમના સ્વાસ્થ્યની
સંપૂર્ણ ચકાસણી કરાઈ હતી. તેમજ નાસ્તાની કીટ અને વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘરે ગયા બાદ આ દરેક કેદીઓએ બે માસ સુધી દર મહિનાને અંતે નજીકના પોલીસ મથકે હાજરી પુરાવવાની રહેશે. સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ જેલોમાં રહેલા પાકા કામના  કેદીઓને પેરોલ અને કાચા કામના  કેદીઓને  વચગાળાના જામીન ઇન્ટ્રીમ બેલ  બે માસ માટે આપવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News