કેદારનાથ મહાદેવ ૫૧ શક્તિપીઠોના 'શ્રી યત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-02 13:36:47
  • Views : 496
  • Modified Date : 2019-08-02 13:36:47

અમીરગઢ તાલુકાના જયરાજ પર્વતમાળા પર બિરાજમાન શ્રી કેદારનાથ મહાદેવના ચરણોમાં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા  જળાભિષેક સહિત પ્રતિદિન ૧૧,૧૧૧ બીલીપત્ર અર્પણ કરી દાદાના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવે છે. ગુરૂવારથી શિવ  મહિમા માટેનો પર્વ શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. ત્યારે શિવાલયો હર..હર..મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા.પાલનપુરથી અંદાજે ૩૦ કિં.મી. અને અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ થી ૬ કિં.મી.ની અંતરે જયરાજ પર્વત માળા પર કુદરતી સૌંદર્ય અને હર્યાભર્યા તેમજ ડુંગરોની હારમાળા વચ્ચે પૌરાણિક અને ચમત્કારિક શ્રી કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ પવિત્ર સ્થળે વર્ષે દહાડે હજારોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડે છે. જ્યારે આદિવાસી લોકો દ્વારા પણ દર વર્ષે પાકતા અનાજનો ભોગ શિવજીના ચરણોમાં ધરાવ્યા બાદ બજારમાં વેચવાની પરંપરા આજે પણ અક બંધ હોવાથી આદિવાસી ખેડૂતોની પણ કતાર લાગે છે.ચમત્કારિક અને ઐતિહાસિક કેદારનાથ મહાદેવનો ઉલ્લેખ પુરાણો તેમજ સ્કન્દ પુરાણમાં કરાયો છે. જે પુરાણોમાં જણાવ્યા મુજબ આ પવિત્ર ધામ ધરતી પર આવેલા ૫૧ શક્તિ પીઠોના શ્રી યંત્ર કેન્દ્ર બિંદુ છે. સ્કન્દ પુરાણ તથા યંત્ર સાધના વિધિગ્રંથોના આધારે દક્ષ યોગ્ય પછીના સમય જ્યારે પૃથ્વી પર શક્તિ પીઠોની સ્થાપના થઇ ત્યારે સમગ્ર પૃથ્વી પર શક્તિપીઠોનું શ્રી યંત્ર રચાયું એ શ્રી યંત્રનું મધ્ય બિંદુ શ્રી કેદારનાથ મહાદેવજીનું શિવલીંગ છે. ચમત્કારિક કેદારનાથ મહાદેવ મંદિરના પૂજારી ભરતપ્રસાદ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ પૌરાણિક સ્થળની પૂજા પાંડવોએ વનવાસ સમયે કરી હતી અને આ સ્થળે ગંગા, જમના, સરસ્વતીના ત્રણ કુંડ આવેલા છે.





Download Our B K News Today App



Related News