પેથાપુર નગરપાલિકામાં ફરજ બજાવતા કામદારોને કાયમી કરવા માટે માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-08 12:27:00
  • Views : 339
  • Modified Date : 2020-09-08 12:27:00

પેથાપુર નગરપાલિકામાં હાલમાં ફરજ બજાવતા કામદારો પેથાપુર ગ્રામ પંચાયત હતી ત્યારથી નજીવા વેતનમાં કામ કરતાં આવ્યા છે. આ કામદારોને કાયમી ઠરાવ ભરતી પ્રક્રિયા પેથાપુર પાલિકા તરફથી કરેલી છે અને તેમાં આ કામદારોને કાયમી કરવા માટે પેથાપુર નગરપાલિકા દ્વારા ૨૦૨૦ના જાન્યુઆરી માસમાં ઠરાવ કરવામાં આવ્યો. પરંતુ
પેથાપુર નગરપાલિકાએ કરેલો ઠરાવ ની ભરતી પ્રક્રિયા પૂર્ણા થતાં જ કોરોનાની મહામારી સર્જાતા લોકડાઉન થયું હતું અને તે સમય ગાળા દરમિયાન તમામ કામ બંધ થયા હતા.
તેમજ ગાંધીનગર મહાનગર પાલિકાનું નવું સીમાંકન આવતા ૧૮ ગામડાઓ સહિત પેથાપુર પાલિકાનો પણ સમાવેશ થયી ગયો છે. જેથી કામદારો કાયમી થસે કે કેમ તે પ્રશ્ન ઉદભવ્યો છે. કોરોના મહામારી દરમિયાન
પણ કામદારો પોતાની ફરજ નિભાવી છે એકબાજુ સરકાર કામદારોને પ્રોતશાહિત કરવા માટે સન્માન આપતી હોય છે. ત્યારે બીજી બાજુ સફાઈ કામદારોને કાયમી કરવા અંગે પણ ઠાગાઠૈયા કરી રહી છે. ગાંધીનગર અમદાવાદ સફાઈ કામદાર યુનિયન ધ્વારા આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત
પણ કરવામાં આવી છે.નાયબ મુખ્યમંત્રી ધ્વારા તમામ નગરપાલિકાના સફાઈ કામદારોને કાયમી ધોરણે સમાવેશ કરવા અંગે પણ જાહેરાત પણ કરેલ છે તેવું સફાઈ કામદાર યુનિયન એ જણાવ્યુ હતું.  તેમજ ૦૭/૦૯/૨૦૨૦ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકા અધિકારીઓએ દ્વારા એકાએક આ કામદારોને આઉટસોર્સિંગથી રાખવામાં આવ્યા છે. પેથાપુર
નગરપાલિકા દ્વારા ઠરાવ પણ કર્યો છે તેમજ સરકાર ધ્વારા મંજૂરી પણ મળેલ છે. જો આવનારા ૧૫ દિવસમાં આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ગાંધી ચિનધ્યા માર્ગે
આંદોલન કરવાની ગાંધીનગર અમદાવાદ શહેર કામદાર યુનિયન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Download Our B K News Today App



Related News