બનાસકાંઠા હિંદુ સમાજમાં રોષ ભભૂક્યો ઃ લવ જેહાદ કાયદો લાવવાની માંગ ઉગ્ર બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-12 11:40:35
  • Views : 854
  • Modified Date : 2021-01-12 11:40:35

બનાસકાંઠામાં હિન્દુ સમાજ દ્વારા લવ જેહાદ રોકવા માટે કાયદો બનાવવા માટે માંગ ઉઠી છે. જેમાં
પાલનપુરમાં સોમવારે હિન્દુ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવવામાં આવ્યું હતું. અને લવ જેહાદમાં ફસાયેલી હિંદુ સમાજની દીકરીઓને છોડાવવા માંગ કરવામાં આવી હતી.
બનાસકાંઠામાં હિંદુ સમાજની બહેન દીકરીઓને લલચાવી ફોસલાવી પ્રેમ જાળમાં ફસાવી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરવાનો સિલસિલો શરૂ થયો છે.જેને લઈને સોમવારે  બનાસકાંઠા કલેકટરને આવેદન આપી લવ જેહાદનો કાયદો બનાવવા અને ફસાયેલી દીકરીઓને છોડાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જાે ૩ દિવસમાં આનો હલ નહિ થાય તો બનાસકાંઠા હિંદુ સમાજ દ્વારા બંધનું એલાન, ચક્કાજામ, ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચંદ્રેશભાઇ ઠાકર, હરગોવનભાઈ શિરવાડીયા, શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહામંત્રી પ્રશાંત પઢિયાર, એડવોકેટ મનોજ ઉપાધ્યાય, અગ્રણી અશોક પુરોહિત, નવુભાઈ જાેષી તથા વિશ્વ હિન્દુ
પરિષદનાં યુવાનો અને સમગ્ર હિંદુ સમજે રેલી કાઢી આવેદન પત્ર આપ્યું હતું.

Download Our B K News Today App



Related News