અમદાવાદની સાબરમતીમાં કાયાકિંગ બોટ પલટી, યુવતીનો જીવ માંડ માંડ બચ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-29 13:13:20
  • Views : 274
  • Modified Date : 2023-07-29 13:13:20

અમદાવાદની સાબરમતી નદીમાં એક મોટી દુર્ઘટના થતા-થતા રહી ગઈ છે. સાબરમતી નદીમાં  કાયાકિંગની મજા માણતી યુવતીનું કોઈ કારણોસર બેલેન્સ બગડ્યું અને બોટ પલટી જતા યુવતી પાણીમાં પડી ગઇ. આ દુર્ઘટનાની જાણ થતા જ ત્વરિત રેસ્ક્યૂ ટીમ એક્શનમાં આવી ગઇ હતી. બચાવ ટીમે ગણતરીની સેકન્ડોમાં જ યુવતીની નજીક પહોંચીને તેને હેમખેમ બચાવી લીધી. સદનસીબે યુવતીએ લાઈફ જેકેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો. આ દુર્ઘટનામાં રેસ્ક્યૂ ટીમે પણ ગજબની ચપળતા બતાવી. મહત્વનું છે કે સાબરમતી રિવરફ્રન્ટ પર થોડા સમય પહેલા જ કાયાકિંગ શરૂ થયું છે.

Download Our B K News Today App



Related News