મોબાઇલના રેડિયેશનથી થતું નુકસાન ઘટાડવા કઠાડાની શિક્ષિકાએ ગાયના છાણમાંથી એન્ટી રેડિયેશન ચીપ બનાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 10:26:46
  • Views : 221
  • Modified Date : 2021-03-08 10:26:46

    પાટડીના કઠાડાની શિક્ષિકા મોબાઇલમાં રેડીશન દૂર કરવા શાળાના બાળકોને સાથે રાખીને દેશી ગાયના ગોબરમાંથી એન્ટી રેડીયેશન મોબાઇલ ચીપ બનાવવાનો અનોખો પ્રયોગ હાથ ધરતા સફળતા મળી છે.ગાયના ગોબરથી બનેલી આ ચીપથી રેડીયેશન દૂર થયાનું સાયટીફિકલી પુરવાર પણ થયેલુ છે.

    આ વર્ષે કોરોના વાયરસના કારણે બાળકોનું મહદ અંશે આખા વર્ષનું શિક્ષણ બગડ્યું છે અને શાળાના બાળકોને આખુ વર્ષ મોબાઇલમાં ઓનલાઇન શિક્ષણ લેવું પડ્યું હોવાથી એમને મોબાઇલની રીતસરની લત લાગી જવા પામી છે. અને મોબાઇલના વધુ પડતા ઉપયોગના લીધે બાળકોની આંખો સુધ્ધા ત્રાસી થઇ હોવાનું પુરવાર થયેલું છે. પાટડી તાલુકાના કઠાડા ગામની શિક્ષીકા રેખાબેન ગજ્જરે શાળાના બાળકોને સાથે રાખી મોબાઇલમાં રેડીશન દૂર કરવા દેશી ગીર ગાયના ગોબરમાંથી એન્ટી રેડીયેશન મોબાઇલ ચીપ બનાવવાનો અનોખો પ્રયોગ હાથ ધરતા સફળતા મળી છે. ગાયના ગોબરથી બનેલી આ ચીપથી રેડીયેશન દૂર થયાનું સાયટીફિકલી પુરવાર પણ થયેલુ છે. ગાયના એક છાણમાંથી 1 બાય 1 સે.મી.ની 25થી 30 ચીપ બને છે. આ ચીપ મોબાઇલ પાછળ ફીટ કરવાથી રેડીયેશનને જાકારો મળે છે.

    ગાયના સુકેલા અડાયા છાણામાં બિલ્કુલ જીવડા પડતા નથી જ્યારે ભેંસના છાણામાં સંખ્યાબંધ જીવાત હોય છે. 3 ડિસેમ્બર 1985મ‍ાં ભોપાલ ગેસ દુર્ઘટનામાં હજારો મોતને ભેટ્યાં હતા અસંખ્ય અપંગ બની ગયા હતા. પરંતુ સોહનલાલ કુશવાહ અને એન.એલ.રાઠોડના પરિવારને કોઇ અસર થઇ નહોતી કારણ કે એમનું ઘર ગાયના ગોબરથી લિંપાયેલુ હતુ. ઘરમાં ગાયના અડાયા છાણામાંથી અગ્નિહોત્ર યજ્ઞ થતો હતો. અા ચીપ પણ દેશી ગીર ગાયના અડાયા છાણામાંથી જ બને છે. 

    દેશી ગાયના સૂકાયેલા અડાયા છાણાનો ભૂકો કરી એમાં ફેવીકોલ મીક્ષ કરી એમાંથી મોબાઇલ ચીપ બનાવવામાં આવે છે.ગાયના એક ગોબરમાંથી એક બાય એક સે.મીની 25થી 30 ચીપ બને છે. આ એન્ટી રેડીયેશન ચીપને મોબાઇલ પાછળ કાગળ ઉખાડીને ચોંટાડી દીધા બાદએ મોબાઇલમાંથી રેડીશન નીકળતા નહિવત બની જાય છે. આ એન્ટી રેડીયેશન મોબાઇલ ચીપમ‍ાં ગાયના ગોબરમાં ચાંદીના વરખ નાંખવાથી ડીઝાઇન પણ સરસ બને છે.

Download Our B K News Today App



Related News