ડીસા તાલુકાના કાંટ બહુચર યુવક મંડળ દ્વારા કાટ થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-06 10:55:46
  • Views : 213
  • Modified Date : 2022-04-06 10:55:46

ડીસા તાલુકાના કાંટ ગામેથી કાંટ બહુચર યુવક મંડળ દ્વારા કાંટથી બહુચરાજી સુધી પગપાળા યાત્રા સંઘ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં કાંટ ગામ ના લોકો ભક્તિ સાથે જોડાયા હતા.

 

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં એક અનેરી આસ્થા રહેલી છે જેના કારણે દર વર્ષે પોતાના આસ્થાને લઇ પગપાળા સંઘનું આયોજન કરતાં હોય છે જે અંતર્ગત ડીસા તાલુકાના કાંટ ગામે પણ કાંટ બહુચર યુવક મંડળ દ્વારા પણ આ વર્ષે કાંટ ગામે થી બહુચરાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પગપાળા સંઘમાં કાંટ ગામના લોકો ભક્તિ સાથે આ સંઘમાં જોડાઈ કાંટથી પગપાળા સંઘ લઈને બહુચરાજી ખાતે જવા માટે રવાના થયા હતા. કાંટ ગામેથી નીકળેલા સંઘના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. કોરોનાવાયરસ ની મહામારી ના બે વર્ષ બાદ પ્રથમવાર બહુચરાજી ખાતે સૌપ્રથમવાર પગપાળા સંઘનું આયોજન કરવામાં આવતા ભાવિક ભકતો મોટી સંખ્યામાં આ પગપાળા સંઘમાં જોડાયા હતા

Download Our B K News Today App



Related News