કાશ્મીરમાંથી પકડાયા 2 પાક ઘૂસણખોરો, મીડિયા સામે રજૂ કરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 18:09:05
  • Views : 451
  • Modified Date : 2019-09-04 18:09:05

કાશ્મીરમાં કલમ 370 દૂર થયા બાદ આગ લગાડવા માટે પાકિસ્તાન રોજે રોજ ઘૂસણખોરને કાશ્મીરમાં મોકલવા પ્રયાસ કરી રહ્યુ છે.

લશ્કરે તોઈબાના બે આવા આતંકવાદીઓને સેનાએ જીવતા પકડ્યા છે.જેમનો વિડિયો સેનાએ મીડિયા સમક્ષ આજે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો.

સેનાના અધિકારી લેફન્ટન્ટ જનરલ કે જે એસ ઢિલ્લન અને જમ્મુ કાશ્મીર પોલીસના એડીજી મુનીર ખાને આ અંગે મીડિયાને માહિતી આપી હતી.જેમાં પાકિસ્તાની આતંકવાદીઓની કબૂલાતનો વિડિયો દેખાડાયો હતો.ઢિલ્લને કહ્યુ હતુ કે, પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે.જે બે આતંકવાદીઓ પકડાયા છે તે પાકિસ્તાની નાગરિકો છે અને લશ્કરે તોયબા સાથે જોડાયેલા છે.તેમના નામ ખલીલ અહેમદ અને મોજામ ખોકર છે.

સેનાએ વધુમાં કહ્યુ હતુ કે, કાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં પાંચ કાશ્મીરીઓના મોત થયા છે.આ તમામના મોત આતંકી હુમલા અથવા પથ્થરામારામાં ઈજા થવાથી થયા છે.પાકિસ્તાન અશાંતિ ફેલાવવાની જેટલી પણ કોશિશ કરશે તેનો જડબાતોડ જવાબ અપાશે.પાકિસ્તાનને 1971થી આકરો જવાબ મળશે.

Download Our B K News Today App



Related News