મોદી આજે બીજી વખત મહાસભાને સંબોધશે, અમેરિકાએ કહ્યું- ભારત કાશ્મીરમાંથી પ્રતિબંધો હટાવે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 16:58:31
  • Views : 472
  • Modified Date : 2019-09-27 16:58:31

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને બીજી વખત સંબોધવાના છે. આશા છે કે, આ દરમિયાન તેઓ આતંકવાદ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત અન્ય આતંરરાષ્ટ્રીય સંગઠનોમાં સુધાર, જળવાયુ પરિવર્તન, ગરીબી ઉન્મૂલન જેવા મુદ્દા ઉઠાવી શકે છે. આ દરમિયાન અમેરિકાએ કહ્યું કે, ભારતે બહુ જલદી જમ્મુ-કાશ્મીરમાંથી પ્રતિબંધ હટાવી દેવો જોઈએ.

આ પહેલાં મોદીએ 2014માં મહાસભાની બેઠકમાં સામેલ થયા હતા. 21 સપ્ટેમ્બરે મોદી સાત દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમણે વિશ્વના ઘણાં નેતાઓ સાથે બહુપક્ષીય અને દ્વીપક્ષીય બેઠક કરી હતી. તેમણે 22 સપ્ટેમ્બરે ઉર્જા ક્ષેત્રની કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી હતી અને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આશા છે કે મોદી જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવા અને તેને ભારતનો અંગત મુદ્દો ગણાવીને પોતાનો પક્ષ મુકી શકે છે.

આશા છે કે ભારત કાશ્મીરી નેતાઓને જલદી જ છોડશે- અમેરિકા
આ દરમિયાન અમેરિકાના દક્ષિણ એશિયાઈ મામલે સીનિયર અધિકારી એલિસ વેલ્સે ગુરુવારે કહ્યું કે, અમેરિકા ઈચ્છે છે કે ભારત ટૂંક સમયમાં જ જમ્મુ-કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો ઓછા કરી દેશે. આ દિશામાં અમે ઝડપથી કાર્યવાહી થાય તેવી આશા રાખીએ છીએ. ટ્રમ્પ બંને દેશોના કહેવાથી મધ્યસ્થતા કરવા તૈયાર છે. પરંતુ ભારત લાંબા સમયથી કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષની દખલગીરી ઈચ્છતુ નથી.

વેલ્સે કહ્યું કે, અમેરિકા જમ્મુ-કાશ્મીરના નેતા, વેપારીઓની અટકાયત કરવા અને ત્યાંના રહેવાસીઓ પર પ્રતિબંધ લગાવવા મામલે ચિંતિત છે. અમે રાજ્યમાં ઝડપથી ચૂંટણીનો સમય નક્કી થાય અને ત્યાંના નેતાઓને છોડી દેવામાં આવે તેવી આશા રાખીએ છીએ.

5 ઓગસ્ટે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી દીધો હતો. 4 ઓગસ્ટની રાત્રે ઘણાં કાશ્મીરી નેતાઓની અટકાયત કરવામાં આવી છે. મોટા ભાગના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા અને સંચાર વ્યવસ્થા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

મોદીએ 22 સપ્ટેમ્બરે 50 હજારથી વધારે ભારતીયોને સંબોધિત કર્યા હતા
મોદીએ 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે 50 હજારથી વધારે ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન મોદી અને ટ્રમ્પ વચ્ચે બે વખત મુલાકાત થઈ હતી. ટ્રમ્પે 23 સપ્ટેમ્બરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પણ મુલાકાત કરી હતી. ટ્રમ્પે કાશ્મીર મુદ્દે છઠ્ઠી વખત મધ્યસ્થતા માટે રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News