દાંતાના એક જ પરિવારના છ સદસ્યો કોરોનાની જંગ જીતવા કસી રહ્યા છે કમર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 11:12:41
  • Views : 957
  • Modified Date : 2020-04-25 11:12:41

દાંતાના રામજીભાઈ
પરમાર પરિવારમાં તેમના પુત્ર હિતેનકુમાર રામજીભાઇ
પરમાર ૨૦૧૦ થી એસઆરપીમાં ફરજ બજાવે છે. અત્યારે તેઓ પોલીસ કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. તેમજ તેમના પત્નિ વિલાસબેન હિતેનકુમાર પરમાર પણ ૨૦૦૮ થી એસઆરપીમાં અમદાવાદમાં ફરજ બજાવે છે. બન્ને જયારે નોકરી પર જાય છે ત્યારે પોતાની દોઢ વર્ષની દિકરીને જોડે લઈને જાય છે. અથવા તો પડોશીને ત્યાં મુકી ફરજ અદા કરે છે. હિતેન
પરમારના મોટા ભાઈ દિપકભાઈ રામજીભાઈ પરમાર ૨૦૧૭ થી પોલીસમાં પાલનપુર શહેરમાં ફરજ અદા કરે છે. જ્યારે નાના ભાઈ ભરતકુમાર રામજીભાઈ પરમાર ૨૦૧૬ થી જીઆરડીમાં દાંતા ખાતે ફરજ બજાવે છે. હિતેન પરમારના બંન્ને કાકાઓમાં મુળજીભાઈ બેચરભાઈ પરમાર છેલ્લાં ૨૦ વર્ષથી હોમગાર્ડમાં દાંતા ખાતે માનદ સેવા પૂરી પાડે છે.  હાલમાં તેઓ દાંતા યુનિટના આસિસ્ટન્ટ કમાંડર છે. બીજા કાકા ગોવિંદભાઈ બેચરભાઈ
 પરમાર પણ હોમગાર્ડમાં ૨૦ વર્ષથી દાંતા ખાતે માનદ સેવા પૂરી પાડે છે. આમ રામજીભાઈએ પેટે પાટા બાંધીને પોતાના દિકરાઓને ભણાવી ગણાવી નોકરીએ લગાડી સમાજ અને ગામનું નામ રોશન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ભૂતકાળમાં રામજીભાઈએ પણ દાંતા ખાતે હોમગાર્ડમાં માનદ સેવા અર્પણ કરેલી છે. એમના પરિવારના પિતરાઈ ભાઈઓમાં પણ બીજા સાત સભ્યો હોમગાર્ડમાં ફરજ બજાવે છે. આ સેવાના કારણે દાંતાવાસીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

Download Our B K News Today App



Related News