કસાબ સ્ટાઈલથી શ્રીનગરમાં હાથમાં ખુલ્લી મશીનગનથી આતંકીનું ફાયરિંગ, 2 પોલીસ જવાન શહીદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-19 14:24:33
  • Views : 356
  • Modified Date : 2021-02-19 14:24:33

    જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક વાર પોલીસ કર્મીઓને ટાર્ગેટ કર્યા છે. બારાબુલ્લા વિસ્તારમાં આતંકીઓએ જુમ્માના દિવસે પોલીસ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમના મોત થયા છે. શહીદ બંને જવાન જમ્મુ-કાશ્મીર પોલીસના છે. આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

    પોલીસ પાર્ટી પર આતંકી હુમલાના એક સીસીટીવી ફુટેજ પણ પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક આતંકી એકે-47 લઈને ભાગતો દેખાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આતંકી માર્કેટની વચ્ચે દેખાઈ રહ્યો છે અને તેના હાથમાં એક-47 દેખાઈ રહી છે. આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે. આ સિવાય આજુબાજુના વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે.

Download Our B K News Today App



Related News