ઠાકોર સમાજના સદારામ બાપુ વિશે અભદ્ર ટીપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવા રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-10 11:10:14
  • Views : 742
  • Modified Date : 2019-08-10 11:10:14

સોશિયલ મીડિયાના માધ્યમથી બે દિવસ અગાઉ મોબાઈલ નંબર - ૭૦૪૩૧ ૭૬૧૧પ તથા મોબાઈલ નંબર - ૯૩ર૭૬ ૧ર૩૮૪ ના ધારકો જે પોતાને મોટો બતાવવા એકબીજાએ અસભ્ય અને અભદ્ર વર્તન કરી એકબીજા સાથે સંકળાઈ ચાલુ ફોન દરમ્યાન
ઠાકોર સમાજના સંત શ્રી સદારામ બાપુ વિશે અભદ્ર ભાષામાં ટીપ્પણી કરી ગાળો બોલી હતી. તેમજ અભદ્ર વાણી- વ્યવહાર કરી સભ્ય સમાજને લાંછન રૂપ વ્યવહાર કરી રેકોડીંગ કરી સોશિયલ મીડિયામાં ફરતુ કરી સંતની ગરીમા - પ્રતિષ્ઠાને હાની
 પહાંચાડી હતી. ઠાકોર સમાજ તથા અન્ય સમાજ અને ભગવાન સમાન સંતની ધાર્મીક ભાવનાને ઠેસ પહોચાડી સામાજીક સમરસતાનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે.  જેથી ઠાકોર સમાજ તથા અન્ય સમાજે આવા ઈસમો સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ આ ઈસમોના કારણે બે સમાજા વચ્ચે ખોટા ઘર્ષણ ઉભા થાય તે રીતે સામાજીક અપશબ્દો બોલેલ છે. જેથી આ ઈસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર પંથકમાં પ્રચંડ જન આક્રોશ ઉપસ્થિત થયેલ છે જેના કારણે કાયદો અને વ્યવસ્થા કથળે તેવા સંજાગો નિર્માણ પામેલ છે. જેથી સદર ગુનાના બાબતે થરા પોલીસ સ્ટેશનમાં બાપુના આશ્રમમાંથી સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
જેથી સંતની ગરીમા જળવાળ અને બે સમાજા વચ્ચે ઘર્ષણ ઉભા ન થાય તે માટે બંન્ને ઈસમો સામે કડક કાર્યવાહી કરવા ઠાકોર સમાજ વતી સરકારને રજૂઆત કરાઈ હતી.

Download Our B K News Today App



Related News