ડીસામાં બનાસડેરીના ઘીમાં સફેદ શંકાસ્પદ પદાર્થ નીકળ્યો ઃ પરિવારે કાર્યવાહી કરવા કરી માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-28 11:41:16
  • Views : 1481
  • Modified Date : 2020-06-28 11:41:16

ડીસામાં શનિવારે બનાસડેરીનું બ્રાન્ડેડ ઘી એક
પરિવારે ખરીદતા તેમાંથી મીણ જેવો સફેદ પદાર્થ નીકળ્યો હતો. જેથી આ ઘી શંકાસ્પદ લાગતા આ પરિવારે બનાસડેરી સામે સવાલ ઉઠાવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
આજે સમગ્ર વિશ્વમાં બનાસડેરી પોતાની વસ્તુઓને લઈ વિખ્યાત થયું છે. વિશ્વભરમાં બનાસડેરી દ્વારા દૂધ, ઘી, ચીઝ, છાશ, દહી, આઈસક્રીમ, પનીર સહિત અનેક વસ્તુઓ બનાવી પોતાનું નામ ગુંજતું કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના તમામ પશુપાલન
પણ બનાસડેરી આધારિત ચાલે છે. ત્યારે કેટલીક વાર ન જેવી ભૂલોના કારણે લોકોને ડેરીની વસ્તુઓ પરથી ભરોસો ઉઠી જતો હોય છે. ડીસા શહેરમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં રહેતા રાજ રાજગોરનો
પરિવાર વર્ષોથી બનાસ ડેરીના ઘીનો જ ઉપયોગ કરે છે. અત્યાર સુધી આ પરિવાર બનાસ ડેરીના ઘીને એકદમ શુધ્ધ માનતો હતો અને તેમનો વિશ્વાસ અન્ય ઘી કરતા વધારે બનાસ ઘી પર જ હતો. કારણ કે આજ સુધી આ પરિવારને આ ઘી આરોગવાથી કોઈ જ નુકસાન થયું નથી. પરંતુ પ્રથમવાર આ પરિવારે ડીસા શહેરમાંથી બનાસ ડેરીનું ૫૦૦ ગ્રામનું પાઉચ ખરીદયું અને ત્યારબાદ તે પાઉચને ખોલીને વાસણમાં નીકાળતા રાજ રાજગોર નામનો આ યુવક ચોંકી ગયો હતો. રાજ રાજગોરનું માનીએ તો જે બનાસ ડેરીના ૫૦૦ ગ્રામ ઘીનું પાઉચ તેમણે ખરીદયું હતું તે ઘી દુર્ગંધ મારતું હતું. તે ઘીમાંથી સફેદ પદાર્થ મળી આવતા આ રાજ રાજગોરનો પરિવાર ચોંકી ઉઠ્‌યો હતો. તેમના જણાવ્યાનુસાર જ્યારે આ ઘીનો સ્વાદ ચાખ્યો ત્યારે તેમણે ઊબકા આવવા માંડ્‌યા હતા.
બનાસ ડેરી એક નામાંકિત ડેરી છે અને વિશ્વાસનું પ્રતિક છે. જિલ્લામાં અને ખાસ કરીને ડીસામાં બનાસ ડેરી જેવી નામાંકિત ડેરીના ઘીનું ડુપ્લિકેટિંગ પણ ખૂબ જ મોટા પાયે થઈ રહ્યુ હોવાની આશંકા છે. જે એશિયાની નંબર વન ડેરી કે જે શુધ્ધતાનું પ્રતિક છે તેને બદનામ કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના ફૂડ વિભાગે પણ આ બાબતે ઊંડી તપાસ કરવી જોઇયે અને બનાસ ડેરીના સંચાલક મંડળે પણ આ બાબતે ગંભીર બનવું જરૂરી છે.

Download Our B K News Today App



Related News