થરાદ નગરપાલિકા દ્વારાટેક્સ ન ભરનાર મોટા બાકીદારો સામે કડક કાર્યવાહી કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 12:11:10
  • Views : 438
  • Modified Date : 2019-12-06 12:11:10

થરાદ નગરપાલિકાની  હદમાં આવતી મિલકતોનો ઘણાં સમયથી ટેક્સ ભરતા અમુક લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં થરાદના મોટા બાકીદારો જે ટેક્સ નથી ભરતા અને ઘણાં સમયથી બાકી છે, જેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમની સામે વારંવાર નોટીસ અને ટેલીફોનીક અને રૂબરૂ જણાવામાં આવ્યું છતાં બાકીદારો ટેક્સ ભરતાં નથી આથી તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. થરાદ ન.પા.ના ટેક્સ ઈન્સપેક્ટર હિરજીભાઈ પટેલે  જણાવ્યું હતું કે મોટા બાકીદારોનું લીસ્ટ બનાવી વર્તમાન પત્રોમાં, તેમજ જાહેર સ્થળોએ નામ અને ફોટા સાથે હોર્ડિંગ્સ લગાવવામાં આવશે છતાં ભરપાઈ નહી કરે તો મિલકત નગરપાલિકા દ્વારા જાહેર હરાજી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News