પાટણની ગીતા હોસ્પિટલનો બાયો વેસ્ટ કચરો મળી આવતા કાર્યવાહી હાથ ધરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-07 11:38:10
  • Views : 466
  • Modified Date : 2020-04-07 11:38:10

પાટણના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ગીતા
હોસ્પિટલનો બાયો વેસ્ટ કચરો પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે પકડી પાડયા હતો. વહેલી સવારે પાટણ
નગરપાલિકાના ચીફ ઓફિસર જુના બસ સ્ટેન્ડ સામે આવેલી ગીતા હોસ્પિટલનો બાયો મેડિકલ  વેસ્ટ કચરો પકડી
પાડતા તેમાંથી યુરિન બેગ, વી ટી શર્ટ, હેન્ડ ગ્લોઝ તેમજ લોહીવાળા પાટા, ઈન્જેકશન અને ગંદકી વાળી વસ્તુઓ જોવા મળી હતી. જેનાથી હાલના સમયમાં રોગચારો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતાને નકારી શકાતી નથી. જે બાબતે ચીફ ઓફિસર પાચાભાઇ સાથે વાતચીત કરતા તેઓએ આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ હતું. તેમજ આ બાયો મેડિકલ વેસ્ટ કચરાનો પંચ કેસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એક યાદીમાં તેઓને પૂછતા કે બીજા કોઈ આવા દવાખાનાઓના વેસ્ટ કચરા માટે  આપે કોઇ પગલાં ભરેલ છે કે કેમ. તો તેઓએ જણાવેલ કે મને જો કોઈ આવી માહિતી ધ્યાનમાં આવશે અથવા તો આપવામાં આવશે તો હું અવશ્ય માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને રોગને આગળ વધે નહી તેવા પગલાં ચોક્કસથી ભરીશ. આ ગીતા હોસ્પિટલના માલિક એવા ડોક્ટર કાન્તીભાઈ પટેલ અને તેમના દીકરા ડોક્ટરે મેહુલભાઈ કે. પટેલ છે તેવી જાણકારી પ્રાપ્ત થવા પામેલ છે.

Download Our B K News Today App



Related News