સોશિયલ મીડિયામાં ગાયને બાંધીને ઢસડતો વિડીયો વાયરલ થતા ગઢ પોલીસ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:40:08
  • Views : 2648
  • Modified Date : 2020-12-30 11:40:08


ગઢ ખાતે ગાયને ટ્રેકટર વડે બાંધી ર્નિદયતાથી ઢસડતો વિડીયો સોશ્યલ મિડીયામાં, વાયરલ થયો હતો અને આ ઘટનાની લોકો દ્વારા સોશિયલ મિડીયામાં આકરી ટીકા કરવામાં આવી હતી. ત્યારે
પોલીસ દ્વારા આ ઘટનાની
તપાસ હાથ ધરવામાં આવી હતી.  ગઢ પોલીસ દ્વારા ટ્રેક્ટર ચાલક અને બીજા અન્ય એક ઇસમ વિરૂધ્ધ પશુ ક્રુરતા અધિનિયમ મુજબનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાલનપુર તાલુકાના ગઢ ખાતે ગતરોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક ગાયને ટ્રેક્ટરના પાછળ ક્રુરતાથી બાંધી ઢસડતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા   ટ્રેકટર ચાલક અને એક અન્ય ઈસમ વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ મુજબનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બંને શખ્સોના કોરોના  ટેસ્ટ કરાવી  અને તેમના વિરૂધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Download Our B K News Today App



Related News