ગરવી ગુજરાત પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે મોંઘવારી મુદ્દે વિવિધ કાર્યક્રમો યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 12:19:47
  • Views : 375
  • Modified Date : 2020-01-06 12:19:47

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ૧ જાન્યુઆરીના દિવસે ગેસ  અને રેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે દેશના લોકો મોંઘવારીના બોઝ નીચે દવાયેલા છે. આજે માર્કેટમાં અસંખ્ય વધતી જતી મોંઘવારી જોવા મળી રહી છે. “અસંખ્ય વધતી મોંઘવારી” ના વિરોધમાં અમદાવાદ કાલુપુર ખાતે ગરવી ગુજરાત પાર્ટી જીજીપીની
પદયાત્રા અને ધરણા જેવા કાર્યક્રમ કરી સરકાર વિરુદ્ધ નારે બાજી કરી હતી.
ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નટવરભાઈ ઠાકોરે જણાવ્યું કે આજે એક સામાન્ય વક્તિના જીવન જરૂરિયાત જેવી ચીજ વસ્તુઓ ઉપર મોંઘવારીને લઈ અસર થઈ રહી છે. શિક્ષા મોંઘી બની, ખાવા પીવાની રેસિપી મોંઘી થઈ. ત્યારે વ્યક્તિની કમાણીમાં અછતથી આજે મોંઘવારી વધાર નડી રહી છે.
ગૃહણિઓ પણ પોતાના બજેટ પ્રમાણે જ ખરીદી કરે છે. પરંતુ આ વસ્તુમાં મોંઘવારી એટલે આત્મહતા, કારણે કે જો ખાવા પીવા જેવી વસ્તુઓમાં ભાવ વધારો એટલે કે કમરતોડ મોંઘવારી ! ત્યારે   ગરવી ગુજરાત પાર્ટીના  કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ નારેબાજી કરી મોંઘવારીનું વિરોધ નોંધવામાં આવ્યો હતો.  વધતા જતા ભાવને લઇ આજે માધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. સરકાર વિકાસની વાતોમાં વ્યસ્ત છે ત્યારે આ બાજુ મોંઘવારી લોકોનું વિકાસ રોકી રહી છે. આ વિકાસથી લોકોનું પેટ નહિ ભરે ત્યારે ગરવી ગુજરાત પાર્ટી લોકોના સમર્થનમાં મેદાને ઉતરશે અને એમના સમર્થનમાં જરૂર પડે તો આંદોલન પણ કરશે.

Download Our B K News Today App



Related News