વડોદરામાં ‘એક સાંજ વડીલોના નામે’ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 11:12:54
  • Views : 279
  • Modified Date : 2021-01-11 11:12:54

વડોદરા શહેરમાં અખિલ ભારતીય જયસ્વાલ સમાજની મહિલાઓ દ્વારા ઉત્તરાયણપર્વ નિમિત્તે ‘એક સાંજ વડીલોના નામે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમમમાં જઈ વડીલોને  ગરમ ટોપી, મોજા અને ખાદ્ય
વસ્તુઓનું વિતરણ કરી નવા વર્ષની શરૂઆત કરી વડીલોના આશીર્વાદ લીધા હતા. વડીલોની આંગળીઓમાં કોઈ તાકાત હોતી નથી પરંતુ તેમના ધ્રુજારી વાળા હાથ આપણા માથા ઉપર રહે છે ત્યારે દુનિયાભરની દોલત મળી જાય છે. જાે દરેક વ્યક્તિના મનમાં વિચારોની સુમેળ હોય, તો સમાજમાં સ્નેહનું પ્રતિબિંબ આવશે તેવું મહિલાઓએ જણાવ્યું હતું.
 આ પ્રસંગે   નેહાજી,  અનિતાજી,  ચંદાજી,  ડાॅ. હર્ષજી,   રાણીજી,  લીનાજી,  જયાજી,   જ્યોતિજી, શ્રીમતી મનીષાજી, નિશાજી, મહેકજી અને વૈષ્ણવીજી ઉપસ્થિત રહી હતી.

Download Our B K News Today App



Related News