સિદ્ધપુર ન‹સગ કોલેજમાં પોલીસનું દમન ૧૫ જેટલા કાર્યકરોની કરી અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 11:21:22
  • Views : 410
  • Modified Date : 2019-12-13 11:21:22

સિદ્ધપુરની ન‹સગ કોલેજમાં લંપટ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાના મુદ્દે ન‹સગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લાં ૨૬ દિવસથી ચલાવવામાં આવી રહેલ આંદોલમાં વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લાં ૪ દિવસથી તાળાબંધી બાદ છેલ્લાં બે દિવસથી ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. ત્યારે આ વિદ્યાર્થીઓના સમર્થનમાં તેમને ન્યાય અપાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો પણ જોડાયા છે આજે ૨૬ દિવસ ચાલી રહેલ
આંદોલન ઉગ્ર બની રહ્યું છે અને વિદ્યાર્થીઓ પોતાની માંગ સાથે મક્કમ બની હડતાલ ચલાવી રહ્યા છે ત્યારે   કોલેજને તાળાબંધી ખોલવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
સિદ્ધપુર ન‹સગ કોલેજ ખાતે સાંજે આશરે ૪ વાગ્યાના સુમારે પાટણ જિલ્લાના બે ડીવાયએસપી તેમજ એલસીબી, એસઓજી, મહિલા પોલીસ સહિત સ્થાનિક પોલીસનો કાફલો ૬ જેટલી જીપો અને ૨ મોટા પોલીસ ડબ્બા સાથે આવી પહોંચ્યો હતો અને ન‹સગ કોલેજની કરાયેલ તાળાબંધીનું તાળું તોડી કોલેજનો દરવાજો ખુલ્લો કરતા એવીબીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ થવા પામ્યું હતું. જેમાં ૧૫ થી વધુ એવીબીપીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી ત્યારે પોલીસને અટકાયત રોકવા કોલેજના વિદ્યાર્થીઓ પોલીસ વાહન આગળ ઘેરાવો કરતા ન‹સગ કોલેજ વિદ્યાર્થીઓ અને પોલીસ સામ સામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો. 
પોલીસ દ્વારા કરાયેલ અટકાયતનો પગલે ન‹સગ કોલેજના વિદ્યાર્થીઓએ દ્વારા લંપટ પ્રિન્સિપાલ તેમજ પોલીસના નામનો હુરિયો બોલાવ્યો હતો અને અટકાયત કરવા છતાંય વિદ્યાર્થીઓ કોલેજની બહાર પોતાની માંગ સાથે બેસી અડગ રહ્યા હતા જોકે આ ઘટનાને લઈને ભારે તંગદિલી ભર્યો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. 


Download Our B K News Today App



Related News