રાજભવનનો ઘેરાવો કરવા નીકળેલા કોંગ્રેસના ૧૨૦ કાર્યકરોની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 11:21:05
  • Views : 296
  • Modified Date : 2021-01-17 11:21:05

દેશમાં મોંઘવારી બેકાબૂ બની ગઈ છે, કેન્દ્રની ભાજપ સરકાર નાગરિકોને મોંઘવારીના ડામ આપી રહી છે. ત્યારે  શનિવારે ગાંધીનગર શહેરના સત્યાગ્રહ છાવણીમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા અને મોંઘવારીના વિરોધમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. સંમેલન પૂરું થયા બાદ વિપક્ષી નેતાએ રાજભવન ઘેરાવનો આહ્વાન કરતાં જ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો જાેવા મળ્યા હતા. જેને લઇને પોલીસે પ્રદેશ નેતાઓ સહિત ૧૨૦ કાર્યકરોની અટકાયત કરી હતી.
ગાંધીનગર શહેરના સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના પ્રદેશના નેતાઓની હાજરીમાં મોંઘવારી વિરુદ્ધ સંમેલન યોજવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં જીએસટી બિલ પસાર કર્યા છે. ખેડૂત બચાવો દેશ બચાવોના નેજા હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.
ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કાર્યક્રમમાં
પોતાના વક્તવ્ય દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓની હંમેશા બોલબાલા રહી છે, પરંતુ ૨ ગુજરાતીઓએ દેશના ખેડૂતોને ગરીબ બનાવવાનું નક્કી કર્યું છે.  પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ ભાજપ સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા, જ્યારે આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવાનું પણ આહ્વાન કર્યું હતું અને
કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામ જગ્યામાં ભાજપને હરાવી અને કોંગ્રેસને જીતાડવાનું આહ્વાન કોંગ્રેસના
પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું. આ સાથે જ ભરતસિંહ સોલંકીએ ભાજપના નેતાઓને રાવણ સાથે પણ સરખાવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,  ગુજરાત આંદોલનની ભૂમિ છે સરદાર અને ગાંધીની ભૂમિ છે. ગુજરાત અમૂલ અને અન્ય મંડળીઓથી ઓળખાય છે, જ્યારે હવે ગુજરાતના ખેડૂતો પણ લાચાર છે. દિલ્હી સરહદ પર ૬૦ દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આમ છતાં હજુ સુધી કોઈ જ ર્નિણય લેવાયો નથી. કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ સરકાર પર અનેક આક્ષેપ કર્યા હતા. હાર્દિક પટેલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં ટીવી, ફ્રિજ અને એસી બનાવવાવાળા અમીર થઈ ગયા છે અને ખેડૂતો દિવસેને દિવસે ગરીબ થઇ રહ્યા છે. સંમેલન પૂર્ણ થયા બાદ
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજ ભવન ઘેરાવ કરવાનું કાર્યકરોને સંબોધન કરતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જેને લઇને પોલીસે તમામ પ્રદેશના નેતાઓ સહિત ૧૨૦ કાર્યકરોની અટકાયત કરી હતી એક સમય માટે પોલીસ અને નેતાઓ વચ્ચે જાેરદાર ઘર્ષણના બનાવો બન્યા હતા.

Download Our B K News Today App



Related News