પાલનપુર શહેર કોંગ્રેસ ઉમેદવાર પસંદગી માટેની બેઠકમાં કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-03 11:41:12
  • Views : 323
  • Modified Date : 2021-02-03 11:41:12

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં વિવિધ પક્ષો અને કાર્યકરો એમાં લાગી ગયા છે. ભાજપ દ્વારા બે દિવસ
પહેલા ઉમેદવાર પસંદગી પૂર્ણ કરવામાં આવી છે. હજુ ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. આ સંજાેગોમાં
પાલનપુર શહેર કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રદેશ પ્રભારી જી.એમ.પટેલની ખાસ ઉપસ્થિતિ વચ્ચે આજે સવારે ૧૦.૩૦ કલાકથી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ઉમેદવાર પસંદગી માટે વોર્ડ એક થી અગિયાર માં ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા સૌએ કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. આ
પસંદગીની બેઠકમાં પ્રભારી જી.એમ.પટેલ, સહિત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ,પાલનપુર શહેર કોંગ્રેસ અધ્યક્ષ, અગ્રણીઓ હાજર રહ્યા હતા.
અહીં ઉલ્લેખ જરૂરી છે કે વોર્ડ નંબર ચાર અને પાંચ મુસ્લિમ બહુમતી મતદાર ધરાવતા વોર્ડમાં જ્યાં ગત ચૂંટણી વખતે ચારેય બેઠકો કોંગ્રેસ પાસે હતી તેવા આ બન્ને વોર્ડમાં ફરીથી એજ ઉમેદવારો રિપીટ કરવામાં આવશે એવું જણાઈ રહ્યું છે. કાર્યાલય સામે રિપોર્ટિંગ માટે ઉભેલા અમારા પ્રતિનિધીને નામ ન છાપવાની શરતે એક કાર્યકરે કહ્યું કે આ બન્ને વોર્ડમાં ઉમેદવાર બદલવા જરૂરી છે. માત્ર મુસ્લિમ મતને આધારે વિજેતા થનાર આ નિષ્ક્રિય ઉમેદવારોને બદલે આ વોર્ડમાં નવ યુવાનોને ટિકિટ અપાય તો કોંગ્રેસને વધુ ફાયદો થશે. જાેવાનું એ છે કે આમ આદમી પાર્ટીએ આ બંને વોર્ડમાં કોને ઉમેદવાર બનાવ્યા છે અને ઉમેદવારી ખેંચવાના છેલ્લા દિવસ પછી જ આ અંગે સ્પષ્ટ થવાય એમ છે.

Download Our B K News Today App



Related News